Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

પાંચમી વખત બોન્ડના પાત્રમાં નજરે પડશે ડેનીયલ ક્રેગ

મુંબઈ:જેમ્સ બોન્ડને લઈને તમામ અટકળો અને અફવા વચ્ચે મેકર્સે આખરે બોન્ડ ફ્રેન્ચાઈઝીની ૨૫મી ફ્રેન્ચાઈઝી ફિલ્મને લીલીઝંડી આપી દીધી છે જેમાં લીડ અભિનેતા તરીકે ફરી એકવાર દર્શકોને ડેનીયલ ક્રેગ નજરે પડશે. આપને જણાવી દઈએ કે ફ્રેન્ચાઈઝી ફિલ્મમાં તે પાંચમી વખત બોન્ડના પાત્રમાં નજરે પડશે. 
ઉપરાંત ડેનીયલ ક્રેગ ફિલ્મમાં પોતાની ફીને લઈને પણ ચર્ચામાં છે. જેમ્સ બોન્ડના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરી કન્ફર્મ કરવામાં આવ્યુ છે કે બોન્ડની ૨૫મી ફિલ્મમાં ડેનિયલ ક્રેગ મુખ્ય ભૂમિકામાં હશે, જેને એકેડમી એવોર્ડ વિનર ડેની બોયલ ડાયરેક્ટ કરશે. ફિલ્મ માટે ડેનિયલ ક્રેગને ૪૫૦ કરોડ રુપિયા ફી મળે તેવી માહિતી સામે આવી છે. એટલુ નહીં રકમ ઉપરાંત ડેનિયલ ફિલ્મના એક્ઝિક્યુટીવ પ્રોડયુસર પણ હશે અને તે ફિલ્મના એંડોર્સમેન્ટ અને પ્રોફિટનો પણ ભાગીદાર રહેશે. રીતે ડેનિયલ દુનિયામાં સૌથી વધુ ફી લેનાર અભિનેતાઓની યાદીમાં સામેલ થઈ જશે. સુત્રોના જણાવ્યા મુજબ ડેનિલયે પોતાની ગત બોન્ડ ફિલ્મ સ્પેક્ટર માટે આશરે ૩૩૩ કરોડ રુપિયા લીધા હતા. ફિલ્મના પ્રોડક્શનનુ કામ ડિસેમ્બરથી શરુ કરવામાં આવશે. એમજીએમ અને યુનિવર્સલ પિક્ચર્સની પાર્ટનરશિપમાં ફિલ્મને દુનિયાભરમાં રીલીઝ કરવામાં આવશે. 

(6:23 pm IST)