Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

શાહિદે ફિલ્મ છોડીઃ હવે રાજકુમાર રાવને લેશે ઇમ્તિયાઝ

જબ વી મેટ જેવી હિટ ફિલ્મના દસ વર્ષ પછી શાહિદ કપૂર ફરીથી ઇમ્તિયાઝ અલી સાથે કામ કરવાનો હતો. ઇમ્તિયાઝ અને શાહિદે આ અંગે જાહેરાત પણ કરી દીધી હતી. પરંતુ હવે લાગે છે કે આ બંને સાથે ફિલ્મ નહિ કરી શકે. શાહિદે આ ફિલ્મ છોડી દીધી છે. શાહિદ પ્રારંભે ખુબ ઉત્સાહિત હતો અને ગયા વર્ષે આ ફિલ્મ માટે લૂક ટેસ્ટ પણ આપ્યો હતો. પરંતુ સ્ક્રિપ્ટ બાબતે તે સંતુષ્ટ ન હોઇ જેથી પોતાનું નામ પાછુ ખેંચી લીધુ છે. હવે ચર્ચા છે કે શાહિદની જગ્યાએ ઇમ્તિયાઝ અલી નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા રાજકુમાર રાવને લઇને ફિલ્મ બનાવશે .જો કે હજુ આ બાબતે કોઇ પાક્કો નિર્ણય લેવામાં આવ્યો નથી.

(10:24 am IST)
  • કરણી સેનાની અયોધ્યામાં ભવ્ય રાજમહેલ બનાવવાની માગણી : પદ્માવતના મુદ્દે આંદોલન કરનારા સંગઠને ફરી મોરચો માંડયો access_time 12:16 pm IST

  • વિશ્વમાં શાંતિ જાળવી રાખવા ભારતીય સૈનિકોએ સૌથી વધુ બલિદાન આપ્યું :યુનાઇટેડ નેશનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે 70માં સ્થાપના દિવસે કહ્યું કે શહીદી વહોરવામાં સૌથી વધુ જવાનો ભારતના છે.: છેલ્લાં 70 વર્ષમાં વિશ્વમાં થયેલા પીસકિપિંગ મિશનમાં ડ્યૂટી દરમિયાન સૌથી વધારે શાંતિદૂત ભારતના જ શહીદ થયા છે. 163 ભારતીયોએ માત્ર માનવતાને ખાતર બલિદાન આપ્યું access_time 1:26 am IST

  • જાપાને વૈજ્ઞાનિક સંશોધનના બહાને મિંક પ્રજાતિની 122 વ્હેલનો શિકાર કર્યો: જાપાનની સરકારના આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ પ્રતિબંધ હોવા છતા ઉનાળામાં 333 વ્હેલ માછલીઓને મારી નાંખી: આતંરરાષ્ટ્રીય વ્હેલિંગ આયોગ મુજબ રિસર્ચના નામે વ્હેલને તેમના મીટ માટે મારવામાં આવે છે. જાપાને 1985માં આઈડબ્લ્યુ સાથે કરાર કર્યો હતો કે વ્હેલને નહી મારે access_time 1:27 am IST