Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

હજુ પરિવાર વધારવા નથી ઇચ્છતા રવિ દુબે અને સરગુન મહેતા

ટીવી પરદાની દમદાર અભિનેત્રી સરગુન મહેતા લગ્નના પાંચ વર્ષ પછી પણ પરિવાર આગળ વધારવાનું પ્લાનિંગ કરી રહી નથી. ટીવી અભિનેતા રવિ દુબેએ પોલીવૂડ, બોલીવૂડ અને ટીવી પરદાની અભિનેત્રી સરગુન સાથે પાંચ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૩માં લગ્ન કર્યા છે.

રવિએ તાજેતરમાં ફેમિલી પ્લાનિંગ બાબતે ખાસ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે હાલમાં પોતે અને પત્નિ સરગુન પરિવાર વધારવાની યોજના વિચારતા નથી. રવિ અને સરગુન આઠ વર્ષથી સાથે છે. રવિએ કહ્યું હતું કે હાલમાં અમે બંને કારકિર્દીના ખુબ સારા સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ. આ એક સારી સ્થિતિ છે. આ સમયે પરિવાર વધારવું યોગ્ય નથી. જ્યારે સાચો સમય આવશે ત્યારે વિચારશું.

(10:23 am IST)