Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

રોહિત શેટ્ટીની દરિયાદિલી : ફિલ્મ સિમ્બાની કમાણીમાંથી 51 લાખ મુંબઈ પોલીસને એનાયત કર્યા

મુંબઈ:રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’બૉક્સ ઑફિસ પર જોરદાર સફળતા મેળવી છે. ફિલ્મ અત્યાર સુધી બૉક્સ ઑફિસ પર 240 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે. રોહિતની ફિલ્મોમાં પોલીસ ઑફિસર્સની મહત્વની ભૂમિકા જોવા મળતી હોય છે. કદાચ કારણ છે કે તેણે હાલમાં એક ઇવેન્ટમાં મુંબઈ પોલીસને 51 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. ‘ઉમંગ એવૉર્ડ્સ 2019’માં રોહિત શેટ્ટીની સાથે રણવીર સિંહ, અક્ષય કુમાર અને અજય દેવગણ જેવા સ્ટાર્સ હાજર હતા. રોહિતે પોતાના પ્રોડક્શન હાઉસ રોહિત શેટ્ટી પિક્ચર્સ તરફથી કમિશ્નર ઑફ પોલીસને 51 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો.તેણે ચેક ફિલ્મ ‘સિમ્બા’નાં પ્રૉફિટથી મુંબઈ પોલીસ કમિશ્નરને આપ્યો છે. રોહિત ફિલ્મ ‘સિમ્બા’ સાથે સતત 8 હિટ ફિલ્મો આપી ચુક્યો છે. પહેલા રોહિત શેટ્ટીની ‘સિંઘમ’ની વાર્તા પણ પોલીસ ઑફિસર પર હતી. ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય રૉલમાં હતો. ‘સિમ્બા’ની શાનદાર સફળતા પછી રોહિત શેટ્ટીની નવી ફિલ્મની દર્શકો રાહ જોઇ રહ્યા છે. ‘સિમ્બા’માં ખુલાસો થયો હતો કે ફિલ્મનો આગળનો ભાગ ‘સૂર્યવંશી’ હશે. ફિલ્મને ખાસ રીતે અનાઉન્સ કરવામાં આવી છે, જ્યારે અક્ષય કુમાર કેમિયોનાં સહારે ચીફ ઑફ એન્ટી ટેરરિઝ્મ સ્કવૉડ વીર સૂર્યવંશીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ફિલ્મ પૂર્ણ થતા સ્ક્રીન પર લખવામાં આવ્યું હતુ કે, ‘અક્ષય ઉર્ફ સૂર્યવંશી 2019માં ચાર્જ લેતા દેખાશે.’ ઉલ્લેખનીય છે કે રોહિતની ફિલ્મ ‘સિમ્બા’ રણવીરનાં કેરિયરની મોટી હિટમાં સામેલ છે. આમા રણવીરની સામે સારા અલી ખાન જોવા મળી હતી. પહેલા શેટ્ટીની ‘સિંઘમ’ અને ‘સિંઘમ રિટર્ન્સ’ પણ બૉક્સ ઑફિસ પર સફળ રહી હતી. રણવીર સિંહ અત્યારે પોતાની ફિલ્મ ‘ગલી બૉય’ને લઇને ચર્ચામાં છે. ઉપરાંત તે કબીર ખાનની ’83’ અને કરણ જોહરની ‘તખ્ત’માં પણ જોવા મળશે.

(5:32 pm IST)