Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

ફિલ્મ 'મણિકર્ણિકા'ના ડિજિટલ રાઇટ્સ 30 કરોડમાં વેચાયા

મુંબઈ:કંગના રનૌતની ઐતિહાસિક ફિલ્મ ‘મણિકર્ણિકા’ના ડિજિટલ રાઇટ્સ રૂ. ૩૦ કરોડમાં વેચાયા હોવાનું બહાર આવ્યું છે. મહિલા કેન્દ્રિત ફિલ્મોમાં રૂ. ૩૮ કરોડ સાથે ‘રાઝી’ પહેલાં નંબર પર હતી. આમ ‘મણિકર્ણિકા’ ફિલ્મે યાદીમાં બીજો નંબર મેળવ્યો છે. રાઇટ્સ એમેઝોન પ્રાઇમે ૩૦ કરોડમાં ખરીદ્યા છે. ‘પદમાવત’ના રાઇટ્સ ૪૫ કરોડમાં વેચાયા હતા પણ દીપિકા પદુકોણ અભીનિત ફિલ્મ રણવીરસિંહના અભિનયને કારણે વખાણાઈ હોવાથી તેની ગણના મહિલા કેન્દ્રિત ફિલ્મ તરીકે થતી નથી. અત્યાર સુધી ડિજિટલ રાઇટ્સના મામલે સૌથી મોંઘી ફિલ્મ તરીકે રજનીકાંત-અક્ષયકુમારની ૨.૦નો ઉલ્લેખ કરવામાં આવે છે.

(5:31 pm IST)