Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

કોઈ સશક્તિકરણની મહિલાઓને જરૂર નથી: જુહી ચાવલા

મુંબઇ: અભિનેત્રી ફિલ્મ સર્જક જુહી ચાવલાએે કહ્યંુ હતુંુ કે મહિલાઓને કોઇ સશક્તિકરણની જરૃર નથી. પરમાત્માંએ એને સશક્તિકરણ સાથે મોકલી છે. અગાઉ ડઝનબંધ હિટ ફિલ્મો આપી ચૂકેલી જુહી શાહરુખ ખાનની સાથે ફિલ્મ નિર્માણની ભાગીદાર પણ રહી ચૂકી છે. હૈદરાબાદમાં મહિલાઓના એક ઇવેન્ટમાં જુહીએ કહ્યું કે જેને ખુદ સર્જનહારે સશક્તિકરણ કરીને મોકલી હોય એને માણસ શું વધુ આપવાનો હતો ? યંગ ફિક્કી (ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ) લેડિઝ ઓર્ગેનાઇઝેશનની ચેરપર્સન સંધ્યા રાજુ સાથે સ્ટેજ પર લેવાઇ રહેલા ઇન્ટરવ્યૂ કમ સવાલ-જવાબમાં બોલી રહી હતી. અન્ય અભિનેત્રી શિલ્પા શેટ્ટી મોડરેટરની જવાબદારી અદા કરી રહી હતી.

(4:27 pm IST)