Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ઇઝરાયલમાં 'ડ્રાઇવ' રિલીઝ કરવાનો નિર્માતાઓનો પ્લાન

થોડા દિવસ પહેલા ખબર આવી હતી કે જૈકલીન ફર્નાન્ડીઝ આગામી એકશન થ્રીલર ફિલ્મ 'ડ્રાઇવ'માં બિકીની લૂકમાં જોવા મળશે. હવે આ ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ માટે અલગ જ પ્લાન કર્યો છે. ડ્રાઇવનું શુટીંગ હાલમાં ઇઝરાયલમાં થઇ રહ્યું છે. બોલીવૂડની કોઇ ફિલ્મનું શુટીંગ ઇઝરાયલમાં થઇ રહ્યું હોય તેવું આ પહેલાવાર બન્યું છે. અહિ આ ફિલ્મને રિલીઝ કરવાનો પણ નિર્માતા પ્લાન કરી રહ્યા છે. ઇઝરાયલ ખુબ નાનો દેશ છે અને ત્યાં ફિલ્મો થિયેટરને બદલે સીધી ટીવી પર રિલીઝ થાય છે. આ કારણોસર ફિલ્મો રિલીઝ કરવાનું કામ મુશ્કેલ છે. આમ છતાં ડ્રાઇવની ટીમ ત્યાં ફિલ્મ રિલીઝ થાય તેવા પ્રયાસમાં છે. ફિલ્મમાં સુશાંતસિંહ રાજપૂત સાથે જૈકલીનની જોડી છે. આ ઉપરાંત વિક્રમજીત વિર્ક, સપના પબ્બી પણ મહત્વના રોલમાં છે. નિર્દેશક તરૂણ મનસુખાની છે. નિર્માતા કરણ જોહર ડ્રાઇવ પછી આ ફ્રેન્ચાઇઝીની બીજી બે ફિલ્મો પણ બનાવશે. 

(9:42 am IST)