Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

લવ ત્યાગીને મળ્યો વધુ એક રિયાલીટી શો

બિગ બોસ ૧૧ શો પુરો થયા બાદ પણ તેની ચર્ચા છે. ટોપ સાતમાં જગ્યા બનાવનાર સ્પર્ધક લવ ત્યાગી વધુ એક શોમાં કામ કરવાનો છે. લવ ત્યાગીના ચાહકોની સંખ્યા પણ વધી ગઇ છે. ટીવી ચેલનો પણ લવને પસંદ કરવા માંડી છે. આ જોતાં લવને વધુ એક રિયાલીટી શોમાં ભાગ લેવાની તક મળી છે. એમટીવીના સ્પ્લિટ્સવિલાની આગામી સિઝનમાં લવ પણ જોવા મળશે તેવી ચર્ચા છે. લવ ત્યાગીએ આ માટે કોન્ટ્રાકટ પણ સાઇન કરી લીધો છે. પ્રોડકશન હાઉસ વાયકોમ ૧૮એ લવના ચાહકોની વધેલી સંખ્યાને ધ્યાને રાખીને તેને આ શોમાં લીધો છે. સની લિયોની અને રણવિજયસિંહ શોનું સંચાલન કરશે. જેનું શુટીંગ માર્ચ મહિનામાં શરૂ થશે.

(9:42 am IST)