Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ફીની બાબતમાં પણ અગ્રેસર છે દિપીકા

દિપીકા પાદુકોણે સાબિત ર્કીરી દીધુ છે કે તે અભિનયની બાબતમાં સુપરસ્ટારોથી પાછળ નથી. પદ્માવતના વિરોધ બાદ પણ આ ફિલ્મે ત્રણ દિવસમાં સો કરોડ કમાઇ લીધા છે. ફિલ્મ જોનારા કહે છે કે દિપીકાએ અભિનયની બાબતમાં રણવીરસિંહ અને શાહિદ કપૂરને પણ પાછળ રાખી દીધા છે. રણવીરસિંહે ફિલ્મમાં ખલનાયકીના તેવર દેખાડ્યા છે તો દિપીકાએ રાણીના રૂપમાં સશકત ઉપસ્થિતિ દેખાડી છે. ફીની બાબતમાં પણ તેણે બધા કલાકારોને માત આપી છે. દિપીકાએ નેહા ધુપીયાના શોમાં આ ફિલ્મ માટે કેટલી ફી લીધી? આ ફી રણવીર અને શાહિદથી વધુ હતી? તેવા સવાલના જવાબમાં દિપીકાએ કહ્યું હતું કે મને વધુ ફી મળી છે. બોલવૂડમાં આ વાતને હમેંશા મુદ્દો બનાવાય છે કે હીરોઇનોને હીરો કરતાં ઓછી ફી મળે છે. રંગૂન માટે કંગનાને પણ શાહિદ અને સૈફ કરતાં વધુ ફી મળી હતી.

(9:41 am IST)