Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ભંસાલીના ફિલ્મમાં ફરી એકવાર રોમાન્સ કરશે શાહરુખ-દીપિકા

મુંબઈ:શાહરુખ ખાન સાથેની ફિલ્મ ઓમ શાંતિ ઓમથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી દીપિકા પાદુકોણ ફરી એકવાર કિંગ ઓફ રોમાન્સ શાહરુખ સાથે ફિલ્મમાં રોમાન્સ કરતી નજરે પડશે. સુત્રોના જણાવ્યા મુજબ ટોચના ફિલ્મ સર્જક સંજયલીલા ભણસાલીની આગામી ફિલ્મમાં શાહરુખ અને દીપિકાની જોડી ચમકશે. જોકે અત્યારે સંજયલીલા ભણસાલી પદ્માવતીની રીલીઝની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રણવીરસિંહ અને શાહિદ કપુર મુખ્ય ભૂમિકામાં છે. જોકે ફિલ્મની રીલીઝને લઈ ભારે વિવાદ સર્જાયેલો છે. 

 

સૂત્રોના જણાવ્યા મુજબ, પદ્માવતીની રીલીઝ બાદ ભણસાલી નવો પ્રોજેક્ટ હાથ ધરશે જેમાં તેઓ શાહરુખ ખાન અને દીપિકાની જોડીને રુપેરી પડદે ફરી ચમકાવશે. પહેલા શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ હેપ્પી ન્યુયર અને ચેન્નાઈ એક્સપ્રેસ જેવી ફિલ્મ નજરે પડી ચુક્યા છે. ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ત્યારે પ્રથમ વખત સંજયલીલા ભણસાલી બન્ને કલાકારને સાથે લઈ ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. પહેલા શાહરુખ દેવદાસ અને દીપિકા ગોલિંયો કી રાસલીલા ઃરામલીલા અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મમાં ભણસાલી સાથે કામ કરી ચુકી છે.

(4:37 pm IST)