Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

માતા-પિતાનું અને પોતાનું પણ સપનુ પુરું કર્યુ ચાંદનીએ

મોટા ભાગે માતા-પિતાઓ પોતાના સંતાનોને કયા કામમાં રૂચી છે તે જાણવાનો પ્રયાસ કરતાં હોતા નથી. ટીવી પરદાની અભિનેત્રી ચાંદની શર્મા સાથે આવુ જ થયું છે. તેની ઇચ્છા નાનપણથી જ અભિનય કરવાની હતી. આ ક્ષેત્રમાં જ તેને કંઇક કરી દેખાડવાની તાલાવેલી હતી. પરંતુ તેના માતા-પિતા ઇચ્છતા હતાં કે તે એન્જિનીયર બને. તેણે માતા-પિતાની ઇચ્છા મુજબ જ અભ્યાસ કર્યો હતો અને ઇલેકટ્રોનિકસ એન્જિનિયર બની ગઇ હતી. તેણે આ અભ્યાસમાં ડીગ્રી પણ મેળવી લીધી હતી અને માતા-પિતાની ઇચ્છાને માન આપ્યું હતું.  જો કે એ પછી તેણે માર્કેટીંગમાં એમબીએ કર્યુ હતું. પણ તેની ઇચ્છા અભિનય કરવાની જ હતી. અંતે તે સપનુ સાકાર કરવા મુંબઇ આવી અને બોલીવૂડમાં કામ મેળવવા પ્રયાસ શરૂ કર્યા. પરંતુ તેને ટીવી પરદે રોલ મળી જતાં અહિથી શરૂઆત કરી દીધી. તેણે કારકિર્દીના પ્રારંભે શોમાં એક વેમ્પની ભુમિકા નિભાવી હતી. ઇશ્ક મેં મરજાવાં સહિતના શો તેણે કર્યા છે.

(10:03 am IST)