Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

મોહમ્મદ જિશાન અયુબની ડાર્ક કોમેડી

નો વન કિલ્ડ જેસિકા, તન્નુ વેડ્સ મન્નુ, મેરે બ્રધર કી દૂલ્હન, જન્નત-૨, રાંઝણા, શાહિદ, માઝી, ડોલી કી ડોલી, ફેન્ટમ, ઓલ ઇઝ વેલ, રઇસ, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન, ઝીરો, મનીકર્ણિકા, મિશન મંગલ, છલાંગ સહિતની ફિલ્મોમાં પોતાના અભિનય થકી નામના મેળવી ચુકેલો મોહમ્મદ જિશાન અયુબ હવે ડિજીટલ દુનિયામાં ડગલા માંડી રહ્યો છે. એ સિમ્પલ મર્ડર નામની સોની લિવની ડાર્ક કોમેડી સિરીઝમાં તેને મુખ્ય રોલ મળ્યો છે. તાજેતરમાં રજુ થયેલી છલાંગમાં મોહમ્મદ જીશાન અયુબ રાજકુમાર રાવ અને નુસરત ભરૂચા સાથે જોવા મળ્યો છે. હવે તેની એ સિમ્પલ મર્ડર પણ રિલીઝ થઇ ચુકી છે. આ સિરીઝનું શુટીંગ સતત એકતાલીશ દિવસ સુધી હૈદરાબાદ, અમૃતસર અને દિલ્હીમાં કોરોના મહામારી વચ્ચે કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થયું ત્યાં જ સિરીઝની ચાહકો રાહ જોવા માંડ્યા હતાં. પૈસાની લાલચમાં એક યુવાન મર્ડર કરવા તૈયાર થાય છે, પણ ભુલથી બીજાનું મર્ડર કરી નાંખે છે. અમિત સિયાલ, સુશાંતસિંહ, પ્રિયા આનંદ, અયાઝ ખાન, ગોપાલ દત્ત, યશપાલ શર્મા પણ આ સિરીઝમાં છે.

 

(9:32 am IST)
  • દિલ્હીમાં કોરોના ટેસ્ટના ભાવમાં ધરખમ ઘટાડો: દિલ્હીમાં આરટી-પીસીઆર પરીક્ષણના ભાવ રૂ. ૨૪૦૦ થી ઘટીને રૂ. ૮૦૦ થઈ ગયાનું કેજરીવાલની "આપ" સરકારનું કહેવું છે. access_time 8:52 pm IST

  • સામાજિક કાર્યકર સ્વ.બાબા આમ્ટેની પુત્રી ડો.શીતલ આમ્ટે એ આત્મહત્યા કરી : આનંદવન ખાતેના નિવાસ સ્થાને ઝેરનું ઇન્જેક્શન લઇ જીવન ટૂંકાવી લીધું access_time 6:53 pm IST

  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST