Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

રવિ દૂબને થ્રિલર સિરીઝમાં મુખ્ય ભુમિકા આપવા તૈયારી

આર. માધવન અને અભિષેક બચ્ચને બ્રિધની બંને સિઝનમાં જમાવટ કર્યા પછી હવે આ સિરીઝના ત્રીજા ભાગની તૈયારી કરવામાં આવી રહી છે. ચર્ચા છે કે હવે રવિ દુબેને એન્ટ્રી થશે. રવિ દૂબે બહુમુખિ પ્રતિભા અને અભિનયમાં સશકત પ્રદર્શન માટે જાણીતો છે. જમાઇ રાજા ૨.૦થી રવિએ પહેલા જ ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી લીધી છે. હવે તે થ્રિલર સિરીઝ બ્રિધના આગામી ભાગમાં એન્ટ્રી કરવાનો છે. નિર્માતા રવિને આ ભુમિકામાં લેવા તૈયારી કરી રહ્યાની ચર્ચા છે. રવિએ અત્યાર સુધી જેટલી ભુમિકાઓ નિભાવી છે તે જોતાં તે બ્રિધ જેવી સિરીઝ માટે પણ પરફેકટ ગણાય છે. રવિ તાજેતરમાં બાદશાહ અને પાયલ દેવના મ્યુઝિક આલ્બમમાં પણ શાનદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યો હતો. આ ગીતમાં ક્રોધ, લાલચ, નિરાશા એમ બધા જ રંગો દેખાડવામાં આવ્યા છે.

(9:32 am IST)