Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ફરી એકવાર ચમકશે અક્ષય-ભૂમિની જોડી: ફિલ્મનું નામ 'દુર્ગાવતી'

મુંબઈ: બોલિવૂડ અક્ષય કુમાર દુર્ગાવતી ફિલ્મ ભૂમિ પેડનેકર સાથે કામ કરવા જઇ રહ્યો છે, અક્ષય હાલમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં કામ કરી રહ્યો છે. અક્ષયે તેની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી છે. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ સાથે તેમણે ફિલ્મ 'દુર્ગાવતી' ની જાહેરાત કરી જેમાં ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.અક્ષય કુમારે એક રસપ્રદ ફોટો સાથે ચાહકોને ફિલ્મ વિશે જણાવ્યું છે. આ તસવીરમાં અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સિવાય ફિલ્મના નિર્માતાઓ, દિગ્દર્શકો પ્લેકાર્ડ લઈને ઉભા છે. ભૂમિ પેડનેકરે પણ આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને કહ્યું હતું કે તે તેનાથી ઉત્સાહિત છે.

(5:20 pm IST)