Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

પુત્રીને જન્મ આપ્યાને 10 દિવસમાં કામ પર ચડી નેહા ધૂપિયા

મુંબઈ: અભિનેત્રી અને ટીવી હોસ્ટ નેહા ધૂપિયાએ પુત્રીને જન્મ આપ્યાના દસમા દિવસે કામ પર ચડી જવાનું સાહસ કર્યું હતું જેને બોલિવૂડમાં સૌએ આવકાર્યું હતું.અત્યાર અગાઉ પુત્ર તૈમુરના જન્મ પછી બહુ ઓછા સમયમાં કરીના કપૂર ખાન પણ કામે ચડી ગઇ હતી. એની એકતા કપૂર રિયા કપૂર સર્જિત ફિલ્મ વીરા દી વેડિંગ એના વિના મહિનાઓથી અટકેલી હતી.ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા એવી નેહા ટાઇગર જિંદા હૈ ફેમ અભિનેતા અંગદ બેદીને પરણી હતી. જો કે પરણ્યા પહેલાંજ નેહા પ્રેગનન્ટ થઇ જતાં આ બંનેએ ઉતાવળે લગ્ન કરી લેવાં પડયાં હતાં. હાલ નેહાના હિટ ટીવી શો નો ફિલ્ટર નેહાની ત્રીજી સીઝન ચાલી રહી છે. કૉફી વીથ કરણની જેમ નેહાનો આ ચેટ શો પણ સારી એવી સફળતાને પામ્યો હતો. આ શોમાં એણે કેટરિના કૈફ, અનુપમ ખેર અને રાધિકા આપ્ટેના ઇન્ટરવ્યૂ કર્યા હતા. છેલ્લો ઇન્ટરવ્યૂ પોતાના પતિ અંગદ બેદીનો લઇ રહી હતી ત્યારે એને વેણ ઉપડી હતી અને એને તરત મેટર્નિટી હોમમાં લઇ જવી પડી હતી.એની કામ પ્રત્યેની સમર્પિતતાને બોલિવૂડના સહકલાકારોએ બિરદાવી હતી.

 

(4:46 pm IST)