Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનુષ્કા શર્માએ કર્યું પોતાના સ્ટેચ્યુનું અનાવરણ

મુંબઈ:બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ તાજેતરમાં જ સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પોતાના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું. સિંગાપુરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં સપ્તાહ પહેલાં શાનદાર રીતે અનાવરણ કર્યું હતું. દિલચસ્પ વાત એ છે કે આ સ્ટેચ્યૂ વાત કરે છે અને અનુષ્કા દેશની પહેલી સ્ટાર છે, જેનું ટોકિંગ સ્ટેચ્યૂ બનાવ્યું છે. મેડમ તુસાદ મ્યુઝિયમ સિંગાપોરે અનુષ્કા શર્માનો એક દિલચસ્પ વીડિયો શેર કર્યો છે, જેમાં એક્ટ્રેસ સ્ટેચ્યૂ જોવા આવનાર ફૈન્સને ડરાવી રહી છે.સ્ટેચ્યૂ અંગે અનુષ્કાએ કહ્યું કે મને ખુશી છે કે મેડમ તુસાદ સિંગાપુરમાં પહેલી વખત મારા બોલનાર મીણનું પૂતળું લગાવ્યું છે. હું સતત પ્રેમ અને સમર્થન માટે આભારી છું. આપને જણાવી દઇએ કે સિંગાપુરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં કાજોલ, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, અને માધુરી દીક્ષિત, કરીના કપૂર ખાન, અને રણબીર કપૂર જેવા દિગ્ગજ સ્ટાર્સ બાદ હવે અનુષ્કા શર્માનું પણ મીણનું પૂતળું લગાવ્યું છે. આપને જણાવી દઇએ કે હાલ અનુષ્કા ફિલ્મ ‘ઝીરો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમેકર આનંદ એલ રાયની ‘ઝીરો’માં અનુષ્કા સિવાય શાહરૂખ ખાન અને કેટરીના કેફનો પણ અગત્યનો રોલ જોવા મળશે.અનુષ્કા, શાહરૂખ અને કેટરીના કેફ આ તિકડી અગાઉ યશ ચોપરાની ‘જબ તક હૈ જાન’માં દેખાય ચૂકી છે. આનંદ એલ.રાય આ તિકડીની અનોખી પ્રેમ કહાની લઇને આવે છે. ઝીરો 21મી ડિસેમ્બરના રોજ રીલીઝ થવા જઇ રહી છે. ફિલ્મની પ્રોડ્યુસર ગૌરી ખાન છે.

(4:49 pm IST)