Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ફોક આર્ટિસ્ટ પંડિત લખ્મીચંદના જીવન આધારિત ફિલ્મ બનાવશે યશપાલ શર્મા

બે પાર્ટમાં બનનારી આ ફિલ્મમાં લગભગ 23 ગીતો હશે

મુંબઈ :યશપાલ શર્મા તેના ડાયરેકશન અને કો-પ્રોડકશનની પહેલી ફિલ્મનું શૂટિંગ માર્ચ 2019 થી શરુ કરશે. આ ફિલ્મ ફેમસ ફોક આર્ટિસ્ટ પંડિત લખમીચંદના જીવન પર આધારિત છે. આ ફિલ્મનું મ્યૂઝિક તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ મ્યૂઝિકલ ફિલ્મ માટે ઉત્તમ સિંહના ડાયરેકશનમાં અત્યાર સુધી 12 ગીતો રેકોર્ડ કરી લેવાયા છે. આ બાયોપિક બે પાર્ટ માં બનશે. જેમાં લગભગ 23 ગીતો હશે.

  યશપાલ જણાવે છે કે, 'પંડિત લખ્મીચંદના જીવન પાર બનવાની આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે માર્ચના મધ્યમાં શરુ થશે. તેના થોડા સીન રાજસ્થાનમાં પણ ફિલ્માવવામાં આવશે. જો પરવાનગી મળી ગઈ તો જીંદ સ્થિત રાખીગઢીમાં પણ શૂટ કરીશ, કેમકે ત્યાં ઘણા જુના ગામડાઓ છે અને અમારે કાચા ઘરોના સીન ફિલ્માવવા છે.

(2:08 pm IST)