Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ફૂટબોલ ખેલાડીના જીવન પર ફિલ્મ બનાવશે જોન

ફિલ્મકાર નિખિલ અડવાણીએ કહ્યું હતું કે તેના માટે સન્માનજનક બાબત છે કે જોન અબ્રાહમે તેને ફિલ્મ ''૧૯૧૧'નું નિર્દેશનનું કામ સોંપ્યું છે. આ ફિલ્મ ભારત દેશના રમતના ઇતિહાસની બહુ મોટી ઘટના પર આધારીત છે. જોને મને આ ફિલ્મ માટે ખાસ જવાબદારી સોંપી છે. આ ફિલ્મની કહાની ખુબ જ પ્રેરણાદાયી છે. જોન અબ્રાહમે નિખિલની એમ્મે એન્ટરટેઇનમેન્ટ અને ભુષણ કુમારની ટી-સિરીઝ સાથે હાથ મિલાવી આ ફિલ્મ બનાવવાનું પ્લાનીંગ કર્યુ છે. ૧૯૧૧માં ફૂટબોલની કહાની છે. જોન પોતે પણ ફૂટબોલ પ્રેમી છે. તેની આ ફિલ્મ ભારતીય ફૂટબોલ ખેલાડી શિવદાસ ભાદુડીના જીવન પર આધારીત છે. તેના નેતૃત્વમાં મોહન બગાને ૧૯૧૧માં આઇએફએ શિલ્ડ ફાઇનલમાં ભાગ લીધો હતો અને એ સ્પર્ધા જીતનાર ભારતની પહેલી એશિયાઇ ટીમ હતી. જોનની ફિલ્મ બટલા હાઉસ આગામી વર્ષે રિલીઝ થશે. એ સિવાયની પણ ફિલ્મો તેની પાસે છે.

(9:27 am IST)