Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

'ઉડાન'માં નેગેટિવ રોલ નિભાવશે સૃષ્ટિનો બોયફ્રેન્ડ

બિગ બોસ-૧૨માંથી બહાર આવી ગયેલી અભિનેત્રી સૃષ્ટિ રોડેનો બોયફ્રેન્ડ મનિષ નાગદેવ ફરીથી ટીવી પરદે જોવા મળશે. મનિષ બિગ બોસમાં તો જોવા નહિ મળે પણ તેને બીજો એક ટીવી શો મળી ગયો છે. તે 'ઉડાન'માં મહત્વના રોલમાં દેખાશે. મનિષ બે વર્ષ પહેલા સિરીયલ 'બેગુસરાય'માં જોવા મળ્યો હતો. આટલા લાંબા સમય પછી પાછા ફરવા વિશે તે કહે છે કે હું બીજી અનેક ચીજોમાં વ્યસ્ત હતો. હું ફિલ્મોમાં પણ મારું નસિબ અજમાવવા ઇચ્છુ છું. મેં ઉડાનનો રોલ એ માટે સ્વીકાર્યો છે કારણ કે તે ખુબ શકિતશાળી છે. હું કોઇ સ્પર્ધાનો ભાગ નથી. આ કારણે હું ટીવી પરદે દેખાઉ કે ન દેખાઉ તેમાં કોઇ ફરક પડતો નથી. મનિષ ઉડાનમાં નેગેટિવ રોલ નિભાવી રહ્યો છે. તે કહે છે હું મારી માસુમ છોકરાની ઇમેજ બદલવા આ રોલ કરી રહ્યો છું. 

(9:26 am IST)