Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

સલમાન ખાનને રોલ માટે ના નથી પાડી શકતી તબ્બુ

તબ્બુ બોલીવૂડના દબંગ ખાન સલમાન ખાન સાથે અનેક ફિલ્મો કરી ચુકી છે. તેના રોલ ભલે મોટા ન હોય છતાં તે સલમાનની ફિલ્મમાં કામ કરે છે. હવે તે સલમાન સાથે ફિલ્મ 'ભારત'માં પણ નાનકડા રોલમાં જોવા મળશે. જો કે આ રોલથી પણ તે ખુશ છે. તબ્બુ કહે છે આ રોલ ભલે નાનકડો હોય પરંતુ સ્ટોરી લાઇન જોતાં તેનું ખુબ જ મહત્વ છે. તબ્બુ કહે છે હું ફિલ્મોમાં નહોતી એ પહેલાથી સલમાન ખાનને ઓળખું છું. સલમાન જ્યારે પણ મારી પાસે કોઇ રોલ લઇને આવે છે ત્યારે એ રોલ દમદાર જ હોય છે. સલમાનને ખબર જ હોય છે કે કયો રોલ મારા પર ફિટ બેસે છે. આથી જ એ જ્યારે મને રોલ ઓફર કરે છે ત્યારે હું ના પાડતી જ નથી. તબ્બુની છેલ્લી ફિલ્મ અંધાધુન દર્શકો અને વિવેચકોને ખુબ ગમી હતી. થ્રિલર ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના મુખ્ય રોલમાં હતો. હજુ પણ આ ફિલ્મ માટે તબ્બુને લોકો ફોન કરીને વખાણ કરે છે.

(9:26 am IST)