Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

‘આશ્રમ-ટુ'માં બોબી દેઓલ કાશીપુરવાળા બાબા નિરાલાના પાત્રમાં જોવા મળશેઃ પહેલી સિઝન કરતા રસપ્રદ હશે આ સિઝન

નવી દિલ્હી: થોડા દિવસો પહેલાં વેબ સીરીઝ 'આશ્રમરિલીઝ થઇ હતી. જલદી તેની બીજી સિઝન પણ આવવાની છે, જેનું ટીઝર રિલીઝ પણ થઇ ચૂક્યું છે. બોબી દેઓલ (Bobby Deol) નું પાત્ર સીરીઝમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. દરમિયાન સીરીઝનું ટ્રેલર પણ આવી ચૂક્યું છે. તેમાં બોબી દેઓલ કાશીપુરવાળા બાબા નિરાલાનું પાત્ર ભજવી રહ્યા છે. 'આશ્રમ'ના પહેલાં પાર્ટમાં આસ્થાના નામે માસૂમ લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનો ખેલ જોવા મળ્યો હતો. સાથે વેબ સીરીઝમાં આસ્થા, રાજકારણ અને ક્રાઇમ ત્રણેયનું મિશ્રણ જોવા મળ્યું હતું.

2 મિનિટ 20 સેકન્ડના દમદાર ટ્રેલરમાં કાશીપુરવાળા નિરાલા બાબાના પાત્રમાં બોબી દેઓલ પહેલાં વધુ પ્રભાવશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહ્યા છે. મેકર્સે આશ્રમની બીજી સીઝનનએ 'ડાર્ક સાઇડ' નામ આપ્યું છે. સીઝનમાં બતાવવામાં આવશે કે બાબા નિરાલા કેવી રીતે પોતાના રાજ્યના બેતાજ બાદશાહ બની જાય છે. તે દરેક નિયમને પોતાના ફાયદા માટે ઉપયોગ કરે છે. સીઝન બાબાના ભયાનક અને કાળા સ્વરૂપને બતાવશે, જે લોકો સાથે વિશ્વાસઘાત કરે છે.

પહેલી સીઝન કરતાં રસપ્રદ હશે સીઝન

પહેલી સીઝનમાં બતાવવામાં આવેલા બાબાના રૂપને વધુ નિખાર સાથે બતાવવામાં આવ્યો છે. કેવી રીતે બાબા પોતાની રાજકીય તાકાતોને વધારશે સીઝનમાં બતાવવામાં આવશે. સીઝન ખૂબ વધુ રસપ્રદ રહેશે.

મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે ખાસ સ્ટાર

સીઝનમાં બોબી દેઓલ ઉપરાંત અદિતિ પોહનકર, ચંદન રોય સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયનકા, અધ્યયન સુમન, ત્રિઘા ચૌધરી, વિક્રમ કોચર, તુષાર પાંડે, સચિન શ્રોફ, અનુરીત્તા કે ઝા, રાજીવ સિદ્દીકી, રાજેશ સિંઘલ જોવા મળશે. તન્મય રંજન, પ્રીતિ સૂદ, જહાંગીર ખાન, કનુપ્રિયા ગુપ્તા અને નવદીપ તોમરની પ્રમુખ ભૂમિકાઓ છે.

11 નવેમ્બરના રોજ આવશે બીજી સીઝન

માનવામાં આવી રહ્યું છે કે બીજી સીઝન પહેલાંથી વધુ ધમાકેદાર રહેશે. આમ તો તમને જણાવી દઇએ કે 11 નવેમ્બર 2020થી બીજી સીઝન એમએક્સ પ્લેયર પર મફતમાં સ્ટ્રીમ થશે. સીરીઝમાં બતાવવામાં આવ્યું છે કે ઘણી એવા બાબા અને ધર્મગુરૂ છે જે લોકોની ભાવનાઓનો ખોટો ઉપયોગ કરે છે. લોકોમાં આગામી સીઝનને લઇને મોટી ઉત્સુકતા છે.

(4:37 pm IST)
  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST