Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

શાહરૂખ બનાવશે નવી ફિલ્મ 'લવ હોસ્ટેલ'

મુંબઇ,તા. ૩૦: બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પ્રોડકશન કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ લાવી રહી છે. નવી ફિલ્મ 'લવ હોસ્ટેલ' આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, ટીવી સિરિયલ અભિનેતા વિક્રાંત મેસીની રોમેન્ટિક જોડી હશે અને બોબી દેઓલને પણ મહત્વની ભૂમિકા માટે કરાર બધ્ધ કરવામાં આવ્યો છે.

શાહરૂખ આ ફિલ્મ દ્વારા લાંબા સમય બાદ ફિલ્મોમાં કમબેક કરશે. તેની કંપની આ એક નહીં, પણ કુલ ત્રણ ફિલ્મ બનાવવાની છે.

'લવ હોસ્ટેલ' ક્રાઇમ થ્રિલર હશ અને એના નિર્માણની જાહેરાત શાહરૂખે એનજા ટ્વિટર હેન્ડલ પર કરી છે. આ ફિલ્મના દિગ્દર્શક શંકર રામન હશે. ફિલ્મની વાર્તા ઉતર ભારતની પૃષ્ઠભૂમિ પર આધારિત હશે. જ્યા એક યુગલની સફરને બતાવવામાં આવશે. જે એમની જિંદગીની સુંદર અંતની તલાશમાં હોય છે. એમનો પીછો એક ભાડૂતી નિર્દયી શખ્સ કરે છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે.

(10:06 am IST)
  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST