Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

થાઈલેન્ડમાં વેકેશનની મોજ : ફૂકેટમાં શિલ્પા શેટ્ટીએ પુત્ર વિયાન સાથેનો અંડરવૉટરનો વીડિયો શેર કર્યો

પુલ પરથી શિલ્પા શેટ્ટી પોતાના પુત્રને પાણીની અંદર લઇ જાય છે

 મુંબઈ : બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના પરિવાર સાથે થાઈલેન્ડમાં વિકેશન માણી રહી છે. થાઇલેન્ડ સાથે સંકળાયેલા અને ફોટો અને વીડિયો તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જેમાં તે પરિવાર સાથે મસ્તી કરતી દેખાય છે તાજેતરમાં તેમણે પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેણે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ધમાલ મચાવી છે. આ વીડિયોમાં શિપ્લા શેટ્ટી પોતાના પુત્રને પાણીમાં શ્વાસ લેતા શીખવાડે છે. શિલ્પા શેટ્ટીના આ વીડિયો ઉપર ચાહકો ખુબ જ કમેન્ટ્સ કરી રહ્યા છે.
વીડિયોમાં શિલ્પા શેટ્ટી અને તેનો પુત્ર વિયાન પૂલમાં દેખાઇ રહ્યા છે. ત્યારબાદ પોતાના પુત્રને પાણીની અંદર લઇને જાય છે. વીડિયો શેર કરતા શિલ્પા શેટ્ટીએ લખ્યું છે કે, પોતાના પુત્રને શ્વાસ લેતા શીખાડી રહી છું. પાણીની અંદર પણ.

                         શીલ્પા શેટ્ટીના આ વીડિયોને આશરે ચાર લાખથી પણ વધારે વખત જોવાયો હતો. આ પહેલા શિલ્પા શેટ્ટીએ પોતાનો વધુ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે પૂલની અંદર દેખાતી હતી. આ વીડિયો શેર કરતા શિલ્પા શેટ્ટીએ મને કેન્દ્રિત કરવા સાથે સંકળાયેલી અનેક વાતો જણાવી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી કેટલાક દિવસ પહેલા ડાન્સના જબરદસ્ત શો સુપર ડાન્સરમાં જજ તરીકે નજર આવી હતી. આ શોને શિલ્પા શેટ્ટીના કોરિયોગ્રાફર ગીતા કપૂર અને ડાયરેક્ટર અનુરાગ બસુ પણ જજ હતા.
આ ઉપરાંત શિલ્પા શેટ્ટી ટૂક સમયમાં નિકમ્મામાં પણ દેખાશે. આ ફિલ્મમાં તેમની સાથે સિંગર અને એક્ટ્રેસ શર્લે સેતિયા અને અભિમન્યુ દસાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રોમેન્ટિક કોમેડી ડ્રામા ઉપર આધારિત આ ફિલ્મ 2020માં રિલિઝ થશે.

   
 
   

(9:19 pm IST)