Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સુષ્મિતા સેનની પુત્રી સાથે બોયફ્રેન્ડ રોહમન શીખી રહ્યો છે સંગીત: વિડીયો આવ્યો સામે

મુંબઈ:પૂર્વ મિસ યૂનિવર્સ રહી ચુકેલી એકટ્રેસ સુષ્મિતા સેન એક વાર ફરી તેના રોમાન્સને લઈને ચર્ચામાં છે. સમાચારો મળી રહ્યા છે કે તે મોડલ રોહમન શૉલને ડેટ કરી રહી છે. લોકોના રોમાન્સના સમાચારો મળી રહ્યા હતા દરમિયાન સુષ્મિતાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રોહમન શૉલ સાથેનો ફોટો શેર કર્યો. સુષ્મિતા સેને રવિવારે બે વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. જેમાં એક વીડિયોમાં સુષ્મિતા સેનની મોટી પુત્રી રેને તેના સંગીત ગૂરૂ પાસે સંગીત શીખી રહી હતી. વીડિયોમાં રોહમન પણ રેને સાથે ગીતો ગાતો જોઈ શકાય છે. બંને સાથે મળીને મોહ મોહ કે ધાગે ગાઈ રહ્યા હતા. એક રિપોર્ટ અનુસાર સુષ્મિતા સેનની પુત્રીઓ અલીશાહ અને રેને રોહમન સાથે ખુબજ હળતા ભળતા જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએકે સુષ્મિતા સેને 25 વર્ષની નાની ઉમરે પોતાની પહેલી પુત્રીને ગોદ લીધી હતી, ત્યારબાદ તેણે તેની બીજી પુત્રી અલીશાને ગોદ લીધી હતી. સુષ્મિતા સેન અવારનવાર તેની પુત્રીઓ સાથેના ફોટાઓ અને વીડિયો શેર કરતી રહે છે. 42 વર્ષની સુષ્મિતા સેનનું નામ કેટલીયે સેલિબ્રિટિઝ તેમજ બિઝનેસમેન સાથે જોડાઈ ચુક્યુ છે. આજ સુધી સુષ્મિતા સેન લગ્ન કરી શકી નથી. વિક્રમ ભટ્ટ, રણદીપ હુડ્ડા જેવા નામો તેમની સાથે ચર્ચામાં રહ્યા છે.

(4:37 pm IST)