Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

સારા અલી ખાનની પહેલી ફિલ્મ 'કેદારનાથ'નું પોસ્ટર લોન્ચ

મુંબઈ:પ્રોડ્યુસર અને નિર્દેશકનાં ઝગડામાં અટકેલી સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપુતની ફિલ્મકેદારનાથનું પોસ્ટર આજે સવારે રીલીઝ થયું. હવે ફિલ્મનું ટીઝર પણ સામે આવ્યું છે. લાંબા સમય સુધી રોકાયેલી ફિલ્મની રીલીઝને લઇને અસમંજસ હતી, પરંતુ હવે ફિલ્મની રીલીઝને લઇને રસ્તો સાફ થયો છે. ટીઝરમાં સારા અને સુશાંત વચ્ચેની અદભુત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. ટીઝરની શરૂઆતમાં કેદારનાથમાં આવેલા ભયંકર પૂરનાં હ્રદયદ્રાવક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણીમાં વહેતા પ્રાણીઓ, લોકોનાં વિઝ્યુઅલ્સ ઘણા શાનદાર છે. બધાની વચ્ચે સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપુતનો પ્રેમ પણ જોવા મળી રહ્યો છે. ફિલ્મ સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની પહેલી ફિલ્મ છે. સારામાં અમૃતા સિંહની ઝલક સ્પષ્ટ જોઈ શકાય છે. કેટલાક સીનમાં તે પોતાની માની યાદ અપાવે છે. સારા અત્યારે રણવીર સિંહ સાથે ફિલ્મસિમ્બાનાં શૂટિંગમાં વ્યસ્ત છે. ‘કેદારનાથફિલ્મ અટકી જતા એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે સારા નિર્દેશક રોહિત શેટ્ટીની ફિલ્મસિમ્બાદ્વારા ડેબ્યૂ કરશે. ‘સિમ્બાફિલ્મ વર્ષનાં અંતમાં 28 ડિસેમ્બરનાં રોજ રીલીઝ થવા જઈ રહી છે. તો સારા અને સુશાંતની ફિલ્મકેદારનાથ વર્ષે 7 ડિસેમ્બરનાં રોજ રીલીઝ થશે.

(4:37 pm IST)