Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

કાકા સાથે વધુ એક ફિલ્મ માટે તૈયાર છે ભત્રીજો અર્જૂન

અભિનેતા અર્જૂન કપૂર સુપરહિટ ફિલ્મ નો એન્ટ્રીની સિકવલમાં કામ કરવા તૈયાર થઇ ગયો છે. વર્ષ ૨૦૦૫માં અનિસ બઝમી નિર્દેશીત આ ફિલ્મમાં સલમાન ખાન, અનિલ કપૂર, ફરદીન ખાન, લારા દત્તા, બિપાશા બાસુએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મની સિકવલ 'નો એન્ટ્રી મેં એન્ટ્રી' બનાવવાની વાત લાંબા સમયથી ચાલે છે. અર્જૂન કપૂરે સિકવલમાં કામ કરવાની હા કહી દીધી છે. અનિસે પણ કહ્યું હતું કે આમ તો સલમાન ખાન વગર સિકવલ ન બને પરંતુ જો તે નહિ હોય તો પણ ફિલ્મનું કામ આગળ વધશે. નવા સ્ટાર અને એ મુજબની સ્ટોરીલાઇન હશે. સિકવલ માટે અનિલ કપૂર અને અર્જૂન કપૂર (કાકા-ભત્રીજા) તૈયાર છે. ફરદીનના રોલ માટે નવો ચહેરો પસંદ થશે અને હિરોઇનોની પસંદગી પણ શરૂ થશે. ૨૦૨૦માં આ ફિલ્મ આવે તેવું સમજાય છે. 

(9:45 am IST)