Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હોલીવુડ ડાયરેક્ટર રોબ કોહેન પર યૌન શોષણનો આરોપ

મુંબઈ: ફિલ્મ ફાસ્ટ એન્ડ ફયૂરિયસના ડાયરેક્ટર રોબ કોહેન પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. આરોપ કરનાર મહિલાએ દાવો કર્યો છે કે તે બેભાન હતી ત્યારે રોબે તેની સાથે ખોટું કામ કર્યુ છે. ફરિયાદી ઝેને જણાવ્યું હતું કે ઘટના વર્ષ ૨૦૧૫ની છે. જ્યારે મેનહટનમાં એક ટીવી પ્રોગ્રામ સંબંધિત બિઝનેસ મીટિંગ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. મીટિંગ બાદ ઝેન અને રોબે એક સાથે ડિનર કર્યુ હતં. પછી હું રોબ સાથે બારમાં ગઈ હતી. ત્યારબાદ મારી સાથે શં થયં તેની મને જાણ નથી. પરંતુ જ્યારે હું હોંશમાં આવી ત્યારે હું રોબ સાથે આપત્તિજનક સ્થિતિમાં હતી.

(5:28 pm IST)