Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

જમશેદપુરનો વિશાલ સોનકર બન્યો રિયાલિટી ડાન્સ શો 'ડાન્સ દીવાને-2'નો વિજેતા

મુંબઈ: ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાનેની બીજી સિઝનની ફિનાલેમાં શોનો વિજેતા જમશેદપુરનો વિશાલ સોનકર બન્યો હતો. વિશાલને પંદર લાખ રૂપિયા સાથે ટ્રોફી મળી છે. સેકન્ડ જનરેશનનો વિશાલ સોનકરે થર્ડ જનરેશનના મેહુલ મહેતા અને ફર્સ્ટ જનરેશનના ત્વીશા અને વિહાનને માત આપી ટ્રોફી પોતાને નામ કરી હતી. વિશાલ સોનકરે સંપૂર્ણ સિઝનમાં પોતાના ડાન્સથી જજોને પ્રભાવિત કર્યા હતા. વિશાલે ટ્રોફી જીત્યા બાદ જણાવ્યું હતું કે રૂપિયાથી તે પોતાની માતા માટે ઘર ખરીદશે અને જમશેદપુરમાં બાળકો માટે એકેડમી ખોલવા માંગે છે. વિશાલે કલાકોના રિહર્સલ બાદ મુકામ હાંસલ કર્યો છે.

(5:27 pm IST)