Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સંજય દત્તના પ્રોડકશન હાઉસે ત્રણ ફિલ્મો માટે કર્યો સત્યજિત દુબેને સાઈન

મુંબઈઃ સંજય દત્તનાં પ્રોડકશન હાઉસે સત્યજિત દુબેની સાથે ત્રણ ફિલ્મોની ડીલ કરી છે. સત્યજિતની હાલમાં જ 'પ્રસ્થાનમ' રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેણે સંજય દત્તના દીકરાની ભૂમિકા ભજવી છે. તેમની પ્રશંસા કરતાં સત્યજિતે કહ્યું હતું કે 'સંજુ સર મને તેમની ખૂબ નજીક ગણે છે. તેઓ અને માન્યતા દત્ત ખૂબ જ દયાળુ અને ઉદાર છે. મારા પર તેઓ હંમેશાં પ્રેમ અને ઉમળકો વરસાવે છે. મંે જયારે મારી જર્નીની શરૂઆત કરી હતી ત્યારે હું તેમના માટે એકદમ નવો હતો અને આજે હું ખુશ છું કે હું સંજુ સરની ખૂબ નજીક છું. હું બાળપણથી તેમનો ફેન છું. એથી મારા માટે તો એ ગ્રેટ મોમેન્ટ છે. નજીકના ભવિષ્યમાં અમે સાથે કામ કરીએ એવી હું આશા રાખી રહ્યો છું. અમે હજી સુધી કોઈ પ્રોજેકટ નક્કી નથી કર્યો. એના વિશે હજી ચર્ચા ચાલી રહી છે. મારા માટે તો એ સપનું પૂરૃં થવા સમાન છે.'

(3:47 pm IST)