Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સંજય કપૂરનું યુકેમાં 'મોસ્ટ ઇંસ્પાયરિંગ ઇન્ડિયન બોલીવૂડ એકટર'ના ખાસ એવોર્ડથી સન્માન કરાયું

મુંબઇ તા. ૩૦: અભિનેતા સંજય કપૂરે અનેક સફળફિલ્મો કરી છે. ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝ અને ટીવી શો પણ કરી ચુકેલા આ અભિનેતાની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. ગયા વર્ષે લસ્ટ સ્ટોરીઝ નામની સિરીઝમાં અભિનય બદલ સંજયને પુરષ્કાર પણ મળ્યો હતો. જેમાં મનિષા કોઇરાલાએ પણ અભિનય આપ્યો હતો. તાજેતરમાં સંજય કપૂરને યુનાઇટેડ કિંંગડમના હાઉસ ઓફ કોમન પાર્લામેન્ટના એક ભવ્ય સમારોહમાં સંજય કપૂરને 'મોસ્ટ ઇંસ્પાયરિંગ ઇન્ડિયન બોલીવૂડ એકટર'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સંજય કપુરે કહ્યું હતું કે-દરેક અભિનેતાને પુરષ્કાર મેળવતી વખતે ખુબ સારુ લાગતું હોય છે, અને જ્યારે તમે ૨૫ વર્ષ પછી કોઇ પુરષ્કાર મેળવતા હો તો એ વાતની પ્રતિતી થાય છે કે લોકો આજે પણ તમને અને તમારા કામને પસંદ કરે છે. ગયા વર્ષે મને ઓસ્લોમાં લસ્ટ સ્ટોરિઝના મારા કામ બદલ એવોર્ડ મળ્યો હતો. હવે બરાબર એક વર્ષ પછી યુકેમાં મને વિશેષ સન્માન અપયું છે. છેલ્લા બે વર્ષથી હું સતત ખુશ છું. દિલ સંભલ જા જરા, લસ્ટ સ્ટોરિઝ અને મિશન મંગલના માર પાત્રોને ચાહકોએ ખુબ પસંદ કર્યા છે. મને વિશ્વાસ હતો કે કયારેક ત્રીસેક મિનીટની નાની ફિલ્મ પણ તમારી કારકિર્દીમાં ચમત્કાર કરી જશે. મને પુરષ્કાર મળ્યો તેનાથી ખુબ જ ઉત્સાહિત છું. સંજય કપૂરે બોલીવૂડમાં માધુરી દિક્ષીત સાથે રાજા ફિલ્મથી કારકિર્દીનો આરંભ કર્યો હતો. (૧૪.૧૦)

(1:09 pm IST)