Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હીનાને પડકારરૂપ રોલ

ટીવી પરદેથી દૂર થઇ હીના ખાન હવે ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરી રહી છે.  રાહત બાઝમીની ફિલ્મ 'લાઇન્સ'થી તે બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. આ ઉપરાંત શોર્ટ ફિલ્મ સોલમેટ, ફિલ્મ વિશ લિસ્ટ, ઇન્ડો હોલીવૂડ ફિલ્મ કન્ટ્રી ઓફ બ્લાઇન્ડનું શુટીંગ પણ પુરૂ કરી ચુકી છે. હવે તે વિક્રમ ભટ્ટની 'હૈકડ' પણ કરી રહી છે. જેનું મોટા ભાગનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. આ ઉપરાંત હવે ડિઝીટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. હંગામા પ્લેની વેબ સિરીઝ  ડેમેજ્ડ-૨માં તે મુખ્ય રોલ નિભાવી રહી છે. આ એક સાઇકોલોજીકલ ક્રાઇમ ડ્રામા છે. જેમાં સુપરનેચરલ શકિતની પણ વાત હશે. હીના સાથે અધ્યયન સુમનને લેવામાં આવ્યો છે, શુટીંગ પણ શરૂ થઇ ગયું છે. હીનાએ કહ્યું હતું કે હું વેબ સિરીઝનો ભાગ બનીને ખુશ છું. મારું પાત્ર તદ્દન અલગ અને પડકારરૂપ છે. મને વિશ્વાસ છે કે દર્શકોને આ સિરીઝ ખુબ ગમશે. આ શોમાં હીના ગોૈરી બત્રાનો રોલ નિભાવી રહી છે, જે ગેસ્ટ હાઉસની માલકણ છે અને અનેક રહસ્યો સંઘરીને બેઠી હોય છે. અધ્યયન ગેસ્ટ હાઉસના ભાગીદાર આકાશ બત્રાના રોલમાં છે.

(9:51 am IST)