Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

પ્રિયંકા ચોપરાની બિકીની તસવીર જોઈ નીક જોનાસે કરી એવી હરકત કે યુઝર્સ કપલને કરવા લાગ્યા ટ્રોલ

પ્રિયંકાની કઝીન પરિણીતીએ લખ્યું કે, જીજ, મીમી દીદી, શું ચાલી રહ્યું છે અહી? ઇન્સ્ટાગ્રામ પર પરિવાર છે આંખો બંધ કરીને હીટ બટન લાઇક કરવાનો પ્રયત્ન કરી રહી છું.

મુંબઈ :  બોલીવૂડથી હોલીવૂડ સુધી પોતાની અલગ ઓળખાણ બનાવી ચૂકેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ સોશ્યલ મિડીયા પર  હાલમાં જ તેણે બીકીનીમાં પોતાની તસવીરો શૅર કરી છે. પ્રિયંકાએ પોતાની 2 તસવીર પોસ્ટ કરી છે. બંને તસવીરમાં તે ખુબ બોલ્ડ લાગી રહી છે. રેડ અને બ્લેક બીકીનીમાં પોતાનું ટોન્ડ બોડી ફીગર ફ્લોન્ટ કરી રહી છે. તે આરામથી સનબાથ લેતી નજર આવી રહી છે.

પ્રિયંકા ચોપરાની પહેલી તસવીરમાં સેલ્ફી લઇ રહી છે અને નિક જોનાસ પ્રિયંકાના બટ પર નાસ્તો કરી રહ્યો છે, તેવું તસવીરમાં દેખાઇ રહ્યું છે. પ્રિયંકા આ તસવીરમાં સ્માઇલ આપી રહી છે પરંતુ કેટલાક સોશ્યલ મિડીયા યુઝર્સને આ તસવીર ગમી નથી અને તે કપલને ટ્રોલ કરવા લાગ્યા છે. 

આ તસવીર પર પ્રિયંકાની કઝીન પરિણીતીએ કમેન્ટ કરી છે અને લખ્યું કે, જીજ, મીમી દીદી, શું ચાલી રહ્યું છે અહી? ઇન્સ્ટાગ્રામ પર પરિવાર છે આંખો બંધ કરીને હીટ બટન લાઇક કરવાનો પ્રયત્ન કરી રહી છું. 

હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે અને પ્રિયંકા ફરી હેડલાઇન બની છે. એક રિપોર્ટ અનુસાર પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો કે તેનો પરિવાર તેના લગ્ન દેવો કે દેવ મહાદેવના ભગવાન શિવ એટલે કે મોહીત રૈના સાથે કરાવવા ઇચ્છતા હતો. પ્રિયંકાએ કહ્યું કે તેના પરિવારને એવું લાગતુ હતુ કે મોહીત એક સંસ્કારી, ઇમાનદાર અને યંગ છોકરો છે. તે શાનદાર એક્ટર છે માટે પ્રિયંકા માટે બેસ્ટ મેચ છે. 

(2:41 pm IST)