Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

કાજોલની ઈચ્છા એક્શન ફિલ્મોમાં કામ કરવાની

મુંબઈ: બોલીવુડમાં પોતાના રોમાન્ટિક અભિનયના લીધે જાણીતી અભિનેત્રી કાજોલ હવે એક્શન ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા રાખે છે. કાજોલએ પોતાના કેરિયરમાં રોમાન્ટિક અને કોમેડી ફિલ્મો વધુ કરી છે. કાજોલ અત્યરે ફિલ્મ હેલીકૉપટર ઈલામા કામ કરી રહી છે અને તેના પ્રોમોશનમાં વ્યસ્ત છે.આ ફિલ્મમાં કાજોલ પોતાના પુત્ર પર હરેક પળ સાથે રહેવા માંગે અને તે ટિપિકલ ઇન્ડિયન મોધરની ભૂમિકામાં નજરે પડવાની છે જે દરેક પડે પુત્રની જિંદગીમાં દખલગીરી કરવામાં હોય છે. કાજોલે જણાવ્યું કે તેની ઈચ્છા હવે એક એક્શન ફિલ્મ કરવાની છે કારણ કે તેને અત્યાર સુધી એક પણ એક્શન ફિલ્મ કરી નથી. આ ઉપરાંત તેને કોમેડી અને હોરર ફિલ્મ પણ કરવાની ઈચ્છા છે.

(5:00 pm IST)