Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

કેરળ પૂર પીડિતોની મદદ કરનાર લિસ્ટમાં સામેલ થયું ઋચા ચઢ્ઢાનું નામ: અપનાવ્યો અનોખો અંદાજ

મુંબઈ: રાજ્ય કેરળમાં 100 વર્ષમાં પહેલી વખત ભયાનક પૂરની પરિસ્થિતિ જોવા મળી છે જેના લીધે લખો લોકો બેઘર થઇ ગયા છે. કેરળમાં દેશના  અનેક રાજ્યોમાંથી મદદ આવી રહી છે આ ઉપરાંત આપણું બૉલીવુડ પણ કેરળ પૂર પીડિતોને વ્હારે આવ્યું છે. આ પહેલા શાહરુખ ખાન, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન સહિતના અનેક દિગ્ગ્જ કલાકારોએ મદદ કરી છે. બોલીવુડમાં મદદ કરનાર લોકોની લિસ્ટમાં હવે રુચા ચઢ્ઢાનું નામ સામેલ થયું છે.

રૂચાએ સાથી કલાકાર રાજીવ પિલ્લાઈના ગામને પૂર્ણ લીધે થયેલ નુક્શન પછી ફરીથી વિકસાવવામાં મદદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રૂચાએ કેરળના અલગ અલગ રિલીફ ફંડમાં પણ મદદ કરી છે. રૂચાએ સોશિયલ  મીડિયા પર પણ લોકોને કેરળ પૂર પીડિતોની મદદ માટે અપીલ કરી છે.

(4:58 pm IST)