Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

વધુ એક બાયોપિક બનાવશે ચિત્રાંગદા: સાચી કહાનીઓ લોકો સુધી આવવી જોઇએ

અભિનયની સાથે ફિલ્મ નિર્માણનું કામ કરતાં બોલીવૂડ સ્ટારમાં ચિત્રાંગદા સિંહનો પણ સમાવેશ થાય છે. હવે તે રમત આધારીત વધુ એક ફિલ્મ બનાવી રહી છે. અગાઉ તેણે ભારતીય હોકી ટીમના કેપ્ટન રહી ચુકેલા સંદિપસિંહ પર આધારીત ફિલ્મ સૂરમા બનાવી હતી. આ ફિલ્મ લોકોને ખુબ ગમી હતી. સંદિપસિંહને ૨૦૦૬માં ટ્રેન સફર વખતે અકસ્માતે ગોળી વાગી હતી. એ પછી પણ તેણે હોકી ટીમમાં કમબેક કર્યુ હતું તેની કહાની રજૂ કરાઇ હતી. હવે ચિત્રાંગદા દિવ્યાંગ ખેલાડી પર ફિલ્મ બનાવશે. આ ખેલાડી દક્ષિણ ભારતની છે, દિવ્યાંગ હોવા છતાં તેણે દેશ માટે ઘણું કર્યુ છે. ચિત્રાંગદા કહે છે બાયોપિક બનાવવામાં સમય લાગે છે. હાલમાં અમે આ બાબતે વાતચીત કરી રહ્યા છીએ. સાચી કહાનીઓ લોકો સુધી ચોક્કસ પહોંચવી જોઇએ. ચિત્રાંગદા હવે સૈફ અલી ખાન સાથે ફિલ્મ બાઝારમાં જોવા મળશે.

 

(9:12 am IST)