Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

નોરાએ જાતે એકશન દ્રશ્યો ભજવ્યા

લીવૂડમાં ખુબ મોટા ચાહકો ધરાવતી નોરા ફતેહી આમ તો તેના ડાન્સને કારણે વધુ જાણીતી છે. પરંતુ હવે તે અભિનયમાં પણ કાઠુ કાઢી રહી છે. તે આગામી ફિલ્મ ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં હીના રહેમાન નામનું પાત્ર ભજવી રહી છે. જે ફિલ્મની કહાનીમાં ખુબ જ મહત્વનું છે. અજય દેવગણ, સોનાક્ષી સિન્હા સહિતના કલાકારોની મુખ્ય ભુમિકા ધરાવતી આ ફિલ્મને નોરા ખુબ મહત્વની ગણે છે. કારણ કે તેણે આ ફિલ્મમાં જબરદસ્ત એકશન દ્રશ્યો પણ ભજવ્યા છે. વળી આ એકશન સીન માટે તેણે એક પણ ડુપ્લીકેટનો ઉપયોગ ન કરી જાતે જ બધા દ્રશ્યો નિભાવ્યા છે. શુટીંગ વખતે નોરા બેથી ત્રણ વખત ઘાયલ થઇ જતાં હોસ્પિટલમાં પણ જવું પડ્યું હતું. એક વખત હીરોએ ફેંકેલી પિસ્તોલ તેના કપાળે લાગી જતાં તે લોહીલુહાણ થઇ ગઇ હતી અને બેભાન થઇ ગઇ હતી. બીજા એક દ્રશ્યના શુટીંગ વખતે તેના હાથ અને આંગળીમાં ઇજા પહોંચી હતી. લોહીવાળા અસલી દ્રશ્યને ફિલ્મમાં પણ ઉમેરવામાં આવ્યું છે. નોરા કહે છે આ શુટીંગમાં ઘણું શીખવાની તક મળી છે. હું આજીવન આ પળોને યાદ રાખીશ.

(9:53 am IST)