Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

બિગ બૉસ-૧૪ના ઘરમાં જાસ્મિન ભસીન ફાઇનલ

નલિની નેગીનું નામ પણ ફાઇનલ થયું

મુંબઈ, તા. ૩૦ : સૌથી વિવાદાસ્પદ અને કલર્સનો જાણીતો રિયલિટી શો 'બિગ બૉસ' ટૂંક સમયમાં પાછો આવવાનો છે. વખતે 'બિગ બૉસ'ની ૧૪મી સીઝન હશે અને એના સ્પર્ધકો કોણ-કોણ હશે જાણવા માટે ફૅન્સ આતુર છે. 'બિગ બૉસ'ની ૧૩મી  સીઝનનો વિજેતા સિદ્ધાર્થ શુક્લા અને બાકીના સ્પર્ધકો હજી પણ ચર્ચામાં છે. 'બિગ બૉસ-૧૪' લૉકડાઉન એડિશન માટે પણ અનેક કલાકારોનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેમાંથી 'નામકરણ' ફેમ નલિની નેગી અને 'નાગિન ' ફેમ જાસ્મિન ભસીનનાં નામ ફાઇનલ થઈ ગયાં છે. 'દિલ સે દિલ તક' અને 'ટશન--ઇશ્ક' જેવી સિરિયલોથી જાણીતી બનેલી જાસ્મિન ભસીનની લોકપ્રિયતા 'નાગિન'ને લીધે વધી છે ત્યારે બિગ બૉસના ઘરમાં જાસ્મિન કેવી ગેમ રમે છે જોવાનું રહેશે.

            બીજી તરફ રાજીવ સેન, શુભાંગી અત્રે, તેજસ્વી પ્રકાશ, અધ્યયન સુમન, સુરભિ જ્યોતિ જેવા કલાકારોએ 'બિગ બૉસ'ની ઑફર ઠુકરાવી દીધી છે. 'બિગ બૉસ-૧૪'માં વખતે ભાગ લેનારાઓને સ્પોર્ટ્સ ક્લબ, જિમ, શૉપિંગ સેન્ટર, સિનેમા જેવી સુવિધા મળવાની છે, તો ઈલેક્ટ્રૉનિક ગૅજેટ્સ માટેનો એરિયા પણ બનાવવામાં આવશે જેથી સ્પર્ધકો વ્લૉગની મદદથી બહારની દુનિયા સાથે પણ કનેક્ટ થઈ શકશે.

(7:53 pm IST)