Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

'તારક મહેતા.. શોના ફેન્સને મોટો ઝટકોઃ 'અંજલીભાભી' હવે શોનો હિસ્સો નથી

 મુંબઇ,તા.૩૦ : સબ ટીવીનો સૌથી કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો લોકોનું ૧૨ વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ જ કારણથી શોની ટીઆરપી આજે પણ ઘણી સારી છે અને શોના રિપીટ એપિસોડ્સ પણ ટીવી પર લોકો ઘણા આનંદથી જોતા હોય છે. ચાર મહિનાથી શોની શૂટિંગ બંધ હતી.

ચાર મહિનાના લાંબા બ્રેક બાદ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલ ફ્રેશ એપિસોડ સાથે ટીવી પર પાછી ફરી છે. કોરોના વાઈરસના લીધે થયેલા લોકડાઉનના કારણે બધા ટીવી શોઝ અને ફિલ્મોની શૂટિંગ બંધ થઈ હતી પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારની કેટલીક ગાઈડલાઈન્સને ફોલો કરતા શોઝની શૂટિંગ શરૂ થઈ ગઈ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેનનો રોલ ભજવનારી એકટ્રેસ દિશા વાકાણી એટલે દયાબેન લાંબા સમયથી શોનો હિસ્સો નથી. હાવ એવા સમાચાર છે કે આ શોની હજી એક એકટ્રેસે શોને છોડવાનો નિર્ણય લીધો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલી તારક મહેતાનો રોલ ભજવનારી એકટ્રેસ નેહા મહેતા હવે શોમાં નજર નહીં આવે. સૂત્રથી મળેલી જાણકારી અનુસાર નેહા મહેતાએ નિર્માતાઓ ને પહેલા જ પોતાનો નિર્ણય જણાવી દીધો હતો કે હવે તે સેટ પર રિપોર્ટ નથી કરી રહી. ન તો અંજલી ભાભી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આગામી એપિસોડમાં જોવા મળશે.

જેમ કે લોકડાઉન બાદ ફરીથી કોરોના વાઈરસ મહામારીમાં બધા નિયમોનું પાલન કરતા શોના સ્ટારકાસ્ટે શૂટિંગ શરૂ કરી દીધી છે. જોકે નેહા મહેતા હાલ એનો હિસ્સો નથી બન્યા. આ સમાચાર સામે આવ્યા પછી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકોને ચોક્કસ આંચકો લાગવાનો છે. જોકે, નેહા મહેતાએ ટીવી શો છોડવા પાછળના કારણો સામે આવ્યા નથી. (૨૫.૪)

નેહા મહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોસાથે શરૂઆતથી સંકળાયેલી છે જયારથી શોની શરૂઆત થઈ હતી. આ સીરિયલમાં અભિનેત્રીએ મહત્વનું પાત્ર ભજવ્ચું હતું. નેહા શોમાં લેખક તારક મહેતા એટલે શૈલેષ લોઢાની ઓનસ્ક્રીન પત્નીનો રોલ ભજવતા તમે જોઈ હશે. જે એક ડાયેટિશિયન છે અને તારક માટે ડાઈટ ભોજન બનાવે છે જેનાથી તે કંટાળી ગયા હોય છે.

(10:04 am IST)