Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

સિરીયલ નહિ છોડે અનિતા ભાભી

સબ ટીવીના લોકપ્રિય કોમેડી શો ભાભીજી ઘર પર હૈના દરેક પાત્રોને દર્શકો ખુબ પસંદ કરે છે. આમાંથી કોઇ એકાદ પાત્ર પણ ઓછુ થઇ જાય તો દર્શકો તેની ઓછપ અનુભવવા માંડે છે. શોમાં અનિતા ભાભીનું પાત્ર ભજવી અભિનેત્રી સોૈમ્યા ટંડન ખુબ જ લોકપ્રિય થઇ છે. વચ્ચે એવી ચર્ચા હતી કે સોૈમ્યા હવે આ શો છોડી રહી છે. આ વાતને કારણે અનિતા ભાભીના ચાહકો નિરાશ થઇ ગયા હતાં. પરંતુ હવે ખુદ સોૈમ્યાએ કહ્યું છે કે તે શો છોડવાની નથી અને ટુંક સમયમાં જ શુટીંગમાં જોડાઇ જવાની છે. સોેમ્યા અગાઉ ફી કાપી લેવાની વાતને કારણે નારાજ થઇ હતી. એ પછી થોડા દિવસો સુધી સિરીયલના સેટ પર આવી નહોતી. આ કારણે અફવાઓ વહેતી થઇ હતી કે તે શો છોડી રહી છે. હવે અભિનેત્રી શેફાલી આ શોમાં જોવા મળશે નહિ. સોૈમ્યા આગામી અઠવાડીયાથી શુટીંગ શરૂ કરી દેશે. સોૈમ્યાનો દિકરો હજુ ખુબ નાનો હોઇ તે કોરોનાને કારણે સેટ પર આવતાં ડરતી હતી. હવે તેને સિરીયલ નહિ છોડવાનો નિર્ણય કરી લીધો છે.

(10:03 am IST)