Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

શહેનાઝની કાતિલ અદા, ચાહકો ફિદા

પંજાબી ગાયીકા અને બિગ બોસને કારણે જાણીતી બનેલી શહેનાઝ ગિલ પોતાની ખુબસુરતીને કારણે જાણીતી પંજાબની કેટરીના કૈફ તરીકે ઓળખાતી શહેનાઝે બિગ બોસ-૧૩માં પોતાના અનોખા અને ચુલબુલા અંદાઝથી અનેક લોકોને પોતાની પાછળ પાગલ કર્યા હતાં. શો ખતમ થયાને છ મહિના વિતી ગયા છે. છતાં શહેનાઝ પ્રત્યે તેના ચાહકોની લાગણી અકબંધ છે. શહેનાઝના કુદરતી સોૈંદર્યને તેના ચાહકો ખુબ પસંદ કરે છે. સોશિયલ મિડીયા પર શહેનાઝ સતત એકટીવ રહીને ચાહકો માટે તસ્વીરો, વિડીયો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે કેટલીક તસ્વીરો પોસ્ટ કરી છે. જેમાં તે બેડ પર સુતેલી જોવા મળી રહી છે પોતાને એક ચાદરથી ઢાંકતી જોવા મળે છે. આછો મેકઅપ અને ખુલ્લા વાળ તેના લૂકને પરફેકટ બનાવે છે. શહેનાઝના આ કાતિલ અંદાજને ચાહકો ભરપુર લાઇકસ આપી રહ્યા છે. શહેનાઝની સ્માઇલને પણ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ઇન્ટરનેટ પર તે સતત છવાયેલી રહે છે.  ટોની કક્કડ સાથે તાજેતરમાં શહેનાઝ કુર્તા પાયઝામા ગીતમાં જોવા મળી હતી. આ ગીત સત્તર જુલાઇએ રિલીઝ થયા પછી ટ્રેન્ડમાં આવી ગયું હતું. એ પહેલા સિધ્ધાર્થ શુકલા સાથે ભુલા દુંગા ગીતમાં તે જોવા મળી હતી. 

(10:03 am IST)