Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

કોઇ એક જ પ્રકારના રોલ કરવા મારા માટે મુશ્કેલ : અનુષ્કા શર્મા

મુંબઈ :બોલીવુડની અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હંમેશાં અલગ અલગ પ્રકારનાં પાત્રોમાં જોવા મળે છે. અનુષ્કા કહે છે કે  કોઇ એક જ પ્રકારના રોલ કરવા મારા માટે મુશ્કેલ હોય છે. હું હંમેશાં કોશિશ કરું છું કે મને અભિનયમાં કંઇક અલગ કરવાનો મોકો મળે, જેના કારણે હું અલગ અલગ પાત્રને ન્યાય આપી શકું. મારી આદત હંમેશાં કંઇક ને કંઇક નવું કરવાની છે. મને નવું શીખવાનો શોખ છે.

(2:36 pm IST)