Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

વધુ એક થ્રિલર ફિલ્મ લાવી રહ્યા છે અબ્બાસ-મસ્તાન

એકશન, સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતા અબ્બાસ-મસ્તાન વધુ એક થ્રિલર ફિલ્મ લાવી રહ્યા છે. આ નિર્દેશક જોડીએ બાજીગર, ખિલાડી, રેસ-રેસ-૨, અજનબી, ઐતરાજ જેવી થ્રિલર ફિલ્મો આપી છે. હવે અબ્બાસ-મસ્તાન ૨૦૧૬માં આવેલી કોરિયન ફિલ્મ 'ટનલ'ની હિન્દી રિમેક બનાવશે. આ ફિલ્મનું શુટીંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઇ જશે તેવી ચર્ચા છે.

ફિલ્મના મુખ્ય કલાકારોની પસંદગી હજુ બાકી છે. ટનલ ફિલ્મ એવા એક શખ્સની કહાની છે જે એક દિવસ દિકરી માટે બર્થ ડે કેક લઇને ઘરે જતો હોય છે ત્યારે ટનલમાં ફસાઇ જાય છે. ટનલના બંેના તરફના દ્વાર તૂટી પડતાં કાટમાળથી બંધ થઇ જાય છે. ટનલ અંદર ફસાયેલો આ હીરો પછી શું કરે છે? કેવી રીતે બહાર નીકળે છે...તેની કહાની દર્શાવશે.

 

(9:09 am IST)