Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

બાગી-૩માં જોવા મળશે એકશનનો ડબલ ડોઝ

બાગી અને બાગી-૨ની સફળતા બાદ હવે બાગી-૩ આવી રહી છે. બંને ફિલ્મોમાં એક એકથી ચડીયાતી એકશન સિકવન્સ જોનારા દર્શકોને ત્રીજી ફિલ્મમાં જબરદસ્ત એકશન જોવા મળશે. બાગી-૩ બનશે તેવી ઘોષણા બાગી-૨ રિલીઝ થયા પહેલા જ કરી દેવામાં આવી હતી. બાગી-૨ બોકસ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઇ હતી. મલ્ટીપ્લેકસ અને સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં પણ આ ફિલ્મ સારી ચાલી હતી. હવે બાગી-૩નું નિર્માણ મોટા પાયે થઇ રહ્યું છે. આ ફિલ્મ સાથે ખિલાડી કુમાર ગણાતા અક્ષય કુમારને પણ લેવાની યોજના છે. પણ અક્ષય વર્ષમાં ત્રણ ફિલ્મો કરે છે ત્યારે તે આ ફિલ્મ માટે વધુ તારીખો ફાળવી શકે તેમ નથી. આમ છતાં નિર્માતા તેને મનાવવા પ્રયાસો કરી રહ્યા છે. જો આમ થશે તો બાગી-૩માં ટાઇગર અને અક્ષય કુમારની એકશનનો ડબલ ડોઝ જોવા મળશે. 

(9:09 am IST)