Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

વિદ્યુતના ચાહકો માટે આવી રહી છે તેની બે ફિલ્મો

સાઉથની ફિલ્મોમાં વિલનગીરી કરી નામના મેળવનારા વિદ્યુત જામવાલને હિન્દી ફિલ્મોમાં કમાન્ડો સિરીઝને કારણે મોટી ઓળખ મળી છે. એકશન એ વિદ્યુતનું સોૈથી મોટુ જમાપાસુ છે. તેની એકશન ફિલ્મો જોવા માટે ચાહકો અધિરા હોય છે.  દમદાર અભિનય સાથે જબરદસ્ત એકશન તેની ફિલ્મોને વધુ સફળ બનાવી દે છે. તે દુનિયાના જાણીતા માર્શલ આર્ટિસ્ટમાંથી એક છે. તાજેતરમાં તેણે ગૂગલમાં બ્રુસ લી, જૈકી ચેન અને જેટ લી જેવા દિગ્ગજો સાથે પોતાનું નામ સામેલ કરાવ્યું છે. હવે તે હોલીવૂડમાં એન્ટ્રી કરવા ઉંચી ઉડાન ભરી રહ્યો છે. પોતાના કામ અને પ્રતિભાના દમ પર વિદ્યુત હવે પશ્ચિમમાં પણ ભારતનો પરચમ લહેરાવશે. તે વન્ડર સ્ટ્રીટ પાર્ટનર્સ ક્રિસ્ટીન હોલ્ડર અને માર્ક હોલ્ડર સાથે કામ કરશે. વિદ્યુત પોતાના પ્રોડકશન હાઉસ એકશન હીરો ફિલ્મ્સની ઘોષણા કરી ચુકયો છે. તે હોલીવૂડના મહેનતુ કલાકારો સાથે જોડાઇને કામ કરવા માટે ખુશ છે. તેની બે ફિલ્મો સનક અને ખુદા હાફિઝ ચેપ્ટર-૨ આવી રહી છે.

(10:00 am IST)