Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

સ્વરાની સિરીઝ સામે થઇ નારાજગી વ્યકત

ઓટીટી પ્લેટફોર્મ પર દિવસ ઉગે ને નવી સિરીઝ કે ફિલ્મ સ્ટ્રીમ થતી રહે છે. અહિ અલગ-અલગ પ્રકારની અનેક સિરીઝ અને ફિલ્મોનો ખજાનો મળતો રહે છે. જો કે અમુક સિરીઝ તેના વિષય કે કહાનીને કારણે વિવાદ પણ સર્જે છે. તાજેતરમાં અમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી સિરીઝ રસભરીના અમુક દ્રશ્યો સામે ગીતકાર પ્રસૂન જોષીએ નારાજગી વ્યકત કરી હતી. તેણે કહ્યું હતું કે આવા કન્ટેન્ટ પર નિર્માતાઓએ જવાબદાર થવાની જરૂર છે. રસભરી વેબ સિરીઝ નંદ (આયુષ્યમાન સકશેના) નામના એક છોકરા આસપાસ ઘુમે છે. જે તેની શિક્ષીકા (સ્વરા) પર લટ્ટુ થઇ જાય છે અને આ શિક્ષીકાને કારણે તે સેકસ ઝનુની થઇ જાય છે. પ્રસુને કહ્યું હતું કે મનોરંજનના નામ પર બાળકોને બક્ષી દેવા જોઇએ. આ પ્રકારની કહાનીથી બચવુ જોઇએ. પ્રસુને એક સીન સામે પણ વાંધો ઉઠાવતા કહ્યું હતું કે એક નાનકડી બાળકી પુરૂષો સામે ઉત્તેજક ડાન્સ કરતી હોય તે કેટલુ નિંદનીય છે. આ અભિવ્યકિતની સ્વતંત્રતા છે કે શોષણની મનમાની. જો કે સ્વરાએ જવાબ આપતા કહ્યું હતું કે બાળકી તેની મરજીથી નાચે છે અને તેના પિતા શરમ અનુભવે છે. બાળકી જાણતી નથી કે સમાજમાં કેટલી કામુકતા ભરેલી છે.

(10:04 am IST)