Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

એમની ફિલ્મ ફલોપ થાય તો પણ ફરક નથી પડતોઃ હીના

ટીવી પરદાએ જેને ખુબ જાણીતી બનાવી અને હવે બોલીવૂડ તથા વેબ સિરીઝમાં કામ કરી રહેલી અભિનેત્રી હીના ખાને બોલીવૂડમાં લાંબા સમયથી ચાલી રહેલા નેપોટિઝમ વિવાદ પર પોતાની વાત રજૂ કરી છે. અભિનેત્રીએ કહ્યું હતું કે સ્ટાર કિડ્સની ફિલ્મો ફલોપ થઇ જાય તો પણ ફરક પડતો નથી. પણ જો આપણી ફિલ્મ ફલોપ થઇ જાય તો બીજી તક અપાતી નથી. હીનાની નવી વેબ ફિલ્મ 'અનલોક' રિલીઝ થઇ ગઇ છે. હીના કહે છે જિંદગીમાં સોૈને મહેનત કરવી પડતી હોય છે. પણ કેટલાક ઓછી મહેનત કરે છે તો કેટલાક વધુ. ઘણી વખત એવું પણ થાય છે કે તમને સારી તક મળી હોય છે પરંતુ તમે તમારી સો ટકા મહેનત આપી શકતા નથી. સ્ટાર કિડ્સ પાસે એક વિશેષાધિકાર હોય છે. મેં ટીવી પરદેથી કારકિર્દી શરૂ કરી છે. હવે ફિલ્મો, વેબ સિરીઝ, શોર્ટ ફિલ્મ, મ્યુઝિક વિડીયો અને ડિજીટલ ફિલ્મો કરી રહી છું. હું પ્રયત્ન કરીશ કે વધુને વધુ સારુ કામ કરતી રહીશ તો મારી ખાસ નોંધ લેવામાં આવશે. અહિ એકટરને સખ્ત મહેનત કરવી પડે છે અને સારા પ્રોજેકટ પસંદ કરવા પડે છે. જેથી તમે મોટા નિર્માતા-નિર્દેશકની નજરે આવી શકો.

(10:03 am IST)