Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

અક્ષય કુમારથી આલિયા, ૭ મોટી ફિલ્મો ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે

સાત મોટી ફિલ્મો ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે

મુંબઇ, તા.૩૦: ઘણા લાંબા સમયથી ચર્ચા હતી કે અક્ષય કુમારનું અત્યાર સુધીનું સૌથી અનોખું પાત્ર ધરાવતી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' સીધા ડિઝની હોટસ્ટાર પર રજૂ થશે. આજે ડિઝની હોટસ્ટારે આ ફિલ્મની રજૂઆતની સત્તાવાર રીતે તેમજ ૬ વધુ ફિલ્મો સીધી તેમના પ્લેટફોર્મ પરથી રિલીઝ થશે તેવી જાહેરાત કરી હતી. ડિઝની હોટસ્ટાર પર સીધી રિલીઝ  થનારી સાત ફિલ્મોમાં અજય દેવગન, સોનાક્ષી સિંહા, સંજય દત્ત અભિનીત યુદ્ઘ નાટક ફિલ્મ 'ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ઉપરાંત અક્ષય કુમારની 'લક્ષ્મી બોમ્બ', અભિષેક બચ્ચન સ્ટારર 'ધ બિગ બુલ', વિદ્યુત જામવાલની એકશન થ્રીલર ફિલ્મ 'ખુદા હાફિઝ' અને કુણાલ ખેમુ-રસિકા દુગ્ગલ સ્ટારર 'લૂટકેસ'  અને મહેશ ભટ્ટની ૨૨ વર્ષ પછી આવનારી ફિલ્મ સડક ૨ સામેલ છે. સ્વર્ગીય સુશાંત રાજપૂતની ફિલ્મ દિલ બેચારા પણ હોટસ્ટાર પર રજૂ થશે જેની જાહેરાત થઇ ચૂકી છે. આ તમામ ફિલ્મો ૨૪ જુલાઈથી ઓકટોબરની વચ્ચે રિલીઝ થશે.

વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા અક્ષય કુમાર, અજય દેવગન, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન અને સ્ટાર ઈન્ડિયા અને ધ વોલ્ટ ડિઝની કંપની ઈન્ડિયાના વડા ઉદય શંકરની હાજરીમાં આ ફિલ્મોની રિલીઝની ઘોષણા કરવામાં આવી હતી. અગાઉ તમામ સ્ટાર્સે તેમની ફિલ્મ્સના પોસ્ટર પણ જાહેર કર્યા અને ડિજિટલી તે લોકો સુધી પહોંચશે તેનો આનંદ વ્યકત કર્યો હતો.  આ વર્ચુઅલ પ્રેસ મીટીંગનું સંચાલન અભિનેતા વરૂણ ધવન કરી રહ્યા હતા અને ફિલ્મોને લગતા તમામ સ્ટાર્સને જરૂરી સવાલો પણ કર્યા. આ પ્રસંગે અક્ષય કુમારે કહ્યું હતું કે કોઈ પણ ફિલ્મ રિલીઝ કરવાનો પ્રથમ અધિકાર થિયેટરો પાસે છે, પરંતુ તેઓને આ વખતે અફસોસ છે કે સંજોગો બદલાઇ ગયા છે અને આ સ્થિતિમાં જો લોકોને OTT પ્લેટફોર્મ પર તેમની ફિલ્મ જોવામાં ખુશી થશે તો જો તેઓ છે, તો તેઓ પણ ખુશ થશે.અજય દેવગને કહ્યું કે 'તાનાજી' પછી, ૧૯૭૧ ના યુદ્ઘની પૃષ્ઠભૂમિ પર નિર્ધારિત 'ભુજ - ધ પ્રાઇડ IndiaÎ ઈન્ડિયા'માં ફરી એક વખત તે વાસ્તવિક જીવનનું પાત્ર ભજવવાના છે અને તે આ અંગે એકસાઇટેડ છે. 'સડક ૨' વિશે વાત કરતા આલિયા ભટ્ટે કહ્યું કે તે હંમેશાથી તેના પિતા સાથે કામ કરવા ઇચ્છતી હતી અને આ એક ઇમોશનલ એકસપિરીયન્સ હતો. સડક ફિલ્મમાં સદાશીવ અમરાપુરકરનો મહારાણીનો રોલ લોકોને યાદ રહી ગયો છે અને આ ફિલ્મમાં પણ વિલન યાદગાર જ પાત્ર છે. આલિયાએ વેબ સિરીઝમાં મોકો મળે તો કામ કરવાની ઇચ્છા પણ દર્શાવી. અભિષેક બચ્ચને ધી બીગ બુલ ફિલ્મની વાત કરતાં કહ્યું કે આ ફિલ્મ મહેનતનાં સારા પરિણામ દર્શાવનારી છે. આ પ્લેટફોર્મ્સને કારણે સિનેમાનો આકાર બહોળો થાય છે તેમ ઉદય શંકરે ટિપ્પણી કરી હતી.

(10:02 am IST)
  • બિહારમાં નદીઓ ગાંડી તૂર : ભય સપાટીથી ઉપર વહી રહી છેઃ ઉત્તરના મોટાભાગના જિલ્લામાં પૂરની સ્થિતિઃ કોસી નદીની પાણી બ્રીજની લગોલગઃ ૨ જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ચેતવણીઃ કોસી- બાગમતી- કમલા બલાન અને મહેનંદા ભય સપાટીથી ઉપર ગાંડીતૂર બની વહી રહી છેઃ મુઝફરપુર, કટીહાર, પુર્નીઆ, મધુબની- સતામઢીમાં ઝાંઝપુરમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યાઃ ગંગા નદીની સપાટી વધી રહી છેઃ એનડીઆરએફ અને એસડીઆરએફની ૨૭ ટીમો કામે લાગી access_time 3:49 pm IST

  • મોટી કંપનીનું વિમાન રન-વેથી સ્લીપ થઇ ગયું ? : દેશના મોટા કોર્પોરેટ હાઉસનું ખાનગી વિમાન પરમ દિવસે હૈદ્રાબાદ એરપોર્ટ ઉપર રન-વેની બહાર ચાલ્યુ ગયાના અહેવાલો મળે છે. પાંખો અને લેન્ડીંગ ગીયર ડેમેજ થયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. જો કે વિમાનમાં બેઠેલાઓ અને મુસાફરો સલામત છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 3:51 pm IST

  • ખાબોચીયાના પાણીમાં તરસ છીપાવતા ઉંટ : રાજસ્થાનના રણમાં તસ્વીરકારે સુંદર તસ્વીર કલીક કરી છે. રાજસ્થાનમાં પણ ચોમાસુ બેસી ગયું છે. પરંતુ વરસાદ હજુ જામ્યો નથી. ત્યારે રાજસ્થાનના રણ વિસ્તારમાં ઉંટોની નજર ખાબોચીયામાં ભરેલા પાણી ઉપર પડતા ઉંટો પોતાની તરસ છીપાવવા પહોંચી ગયા હતા. access_time 3:04 pm IST