Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

માતાના અભિનયની કોપી નથી કરતી જાહન્વી: બોની કપૂર

મુંબઈ: જ્હાન્વી કપૂરની સૌ પ્રથમ ફિલ્મ 'ધડક' રજૂ  થવાની હોવાથી બોની કપૂરનો હરખ સમાતો નથી. તેમણે તેમની મોટી પુત્રી જાન્હવીની પ્રશંસાના પૂલ બાંધતા કહ્યું હતું કે મને એ વાતની ખુશી છે કે જાન્હવીએ તેની માતા (શ્રીદેવી)ની નકલ નથી કરી. તેણે પોતાની આગવી સ્ટાઇલ વિકસાવી છે. બોની કપૂરે વધુમાં કહ્યું હતું કે અમે દુબઇ (જ્યાં શ્રીદેવીનું મોત થયું હતું) જવા રવાના થયા તેનાથી પહેલા શ્રીદેવીએ 'ધડક'ના થોડાં અંશ જોયા હતા. અને તેને એ વાતનો સંતોષ થયો હતો કે જાન્હવીએ અભિનયમાં તેની નકલ નથી કરી. તે હિન્દી ફિલ્મોની દંતકથા સમાન અભિનેત્રીઓ વિશે પણ ઊંડુ જ્ઞાાન ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે મેં મારી પુત્રીઓને ભારતીય અને વિદેશી કલાસિક ફિલ્મોની ઊંડી જાણકારી આપી છે. તે નૂતન, મીનાકુમારી, નગરિસ, વહીદા રહમાન અને શ્રીદેવી સહિત દુનિયાભરની દંતકથા સમાન અદાકારાઓ વિશે બધું જાણે છે.

(4:16 pm IST)