Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

સર્જિકલ સ્ટ્રાઈક પર ફિલ્મ બનશે તો હું જરૂર કામ કરીશ: મનોજ બાજપાઈ

બોલીવુડ પીઢ અભિનેતા મનોજ વાજપેયી પોતાની જ્હોન અબ્રાહમ સાથેની ફિલ્મ સત્યમેવ જયતેના ટ્રેલર લોન્ચિંગ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ કે, જો સર્જિકલ સ્ટ્રાઈક પર કોઈ સારી સ્ક્રિપ્ટ લખવામાં આવે તો તે તેમાં જરુર કામ કરશે. મનોજ વાજપેયીએ જણાવ્યુ કે, બહુ ઓછી વાર્તા હોય છે જે તમારુ ધ્યાન આકર્ષિત કરે છે, પરંતુ આ વિષય પર કોઈ એવી સ્ક્રિપ્ટ મળી જાય જે ઘટનાને એકદમ સારી રીતે રજુ કરે અને લોકોના દીલને સ્પર્શી જાય તો હું જરુર તેમાં કામ કરીશ. 
મનોજ વાજપેયીનું કહેવુ છે કે સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો મેં નથી જોયો, કારણકે હું ટીવી નથી જોતો. તેમજ રહી વાત આ વિષયની ફિલ્મમાં કામ કરવાની તો સૌથી મહત્વની વસ્તુ હોય છે સ્ક્રિપ્ટ.આમ તો ઘણી બધી ઘટનાઓ પર સ્ક્રિપ્ટ લખવામાં આવે છે પણ તમારુ ધ્યાન કોઈક જ વાર્તા ખેંચે છે. જેથી જો સારી સ્ક્રિપ્ટ હશે તો હું જરુર સર્જિકલ સ્ટ્રાઈક પર આધારીત ફિલ્મમાં કામ કરીશ. 
મહત્વનુ છે કે, જોન અબ્રાહમ અને મનોજ વાજપેયીની ફિલ્મ સત્યમેવ જયતે ૧૫ ઓગસ્ટના રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મની સીધી અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ સાથે ટક્કર જામશે.

(4:10 pm IST)