Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

૬૧ વર્ષના અનિલ કપૂરની ફિટનેસનું રહસ્ય શું છે? કેવો છે ડાયટ પ્લાન?

તાજેતરમાં આઇફા એવોર્ડમાં ધૂમ મચાવનાર

મુંબઇ તા. ૩૦ : બેન્કોકમાં આઇફા એવોર્ડ્સમાં ૬૧ વર્ષના અનિલ કપૂરે પોતાનો જાદુ ચલાવ્યો હતો. તેની આગળ નવા એકટર્સ પણ ફીકા લાગતા હતા. સોનમ કપૂરના લગ્નમાં પણ તેની ફિટનેસના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થયા હતા. ૬૧ વર્ષની ઉંમરે ૩ બાળકોના પિતા અનિલ પોતાની ફિટનેસનું આ રીતે ધ્યાન રાખે છે. આખો દિવસ ૫થી ૬ વખત થોડું-થોડું ખાય છે. તેમજ દરેક વખતે કેલેરી કાઉન્ટ કરે છે. જાણો તેની ફિટનેસના સિક્રેટ્સ.

અનિલ રોજ સવારે ૬ વાગે ઊઠી જ જાય છે. સવારની એકસર્સાઈઝમાં તે સાઇકિલંગ અને જોગિંગ કરે છે. ત્યારબાદ એક કેળું ખાય છે. કેમ કે તેમાંથી કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ અને આયર્ન મળે છે જે મોર્નિંગ એનર્જી માટે ખૂબ જરૂરી છે. બાદમાં આખા દિવસ દરમિયાન ૫થી ૬ વખત થોડું થોડું ખાય છે.

અનિલ સવારે ઉઠતા સાથે ખાલી પેટે બોટલ ભરીને પાણી પીવાનું ભૂલતો નથી. તેને સ્ટ્રોબેરી મિલ્કશેક અને એપલ જયૂસ પીવો પણ પસંદ છે. આ ઉપરાંત નિયમિત ખોરકામાં તે બાફેલું ફલાવર અને સલાડને ડિફરન્ટ સોસની સાથે લેવું પસંદ કરે છે. બાફેલી દાળને બ્રાઉન રાઇસની સાથે ખાય છે.

બ્રેકફાસ્ટમાં ઇંડા અને અનાજ-ફળનું કોમ્બિનેશન હોય છે. સેન્ડવિચની સાથે કોબીજ, સલાડ અને ઇંડા ખાય છે. નાસ્તામાં મિલ્કશેકના માધ્યમથી ૧૪૦ ગ્રામ પ્રોટીન લે છે. ઘણી વખત તેની જગ્યાએ ફણગાવેલા કઠોળ પણ લે છે.

અનિલ ઇવનિંગમાં શેક, ચિકન અને ટર્કી સેન્ડવિચ લે છે. ડિનર વહેલા કરી લે છે. ડિનરમાં ૨૫૦ ગ્રામ ચિકન અને ફિશ સામેલ હોય છે.

દરરોજ સાઇકલિંગ અને જોગિંગ ઉપરાંત જીમમાં પણ કસરત કરે છે. દરરોજ ૨દ્મક ૩ કલાક જિમમાં એકસરસાઇઝ કરે છે. અપકમિંગ મૂવીમાં પોતાના રોલ મુજબ વર્કઆઉટ ચેન્જ કરે છે. જીમમાં તે ૧૦ મિનિટ કાર્ડિયો કરે છે. ઉપરાંત સિટ-અપ્સ, ક્રન્ચેસ, ચેર સ્કવોટ્સ અને પુશઅપ્સ કરે છે. સપ્તાહમાં ૩ દિવસ જિમ જાય છે અને ૩ દિવસ આઉટડોર એકિટવિટીને આપે છે. દરરોજ બોડીના અલગ-અલગ પાર્ટ માટે અલગ અલગ એકસરસાઇઝ કરે છે.

તે કહે છે કે હું દિવસમાં ખૂબ કામ કરું છું અને સમય પર ઊંઘ પૂરી કરૃં છું. ઓછી ઊંઘના કારણે કાયમ લોકો તણાવનો શિકાર થઈ જાય છે. પૂરતી ઊંઘ લેવાની સૌથી સારી રીત એ છે કે આખો દિવસ ખૂબ કામ કરો, થાકી જાઓ. અનિલ નેચરલ વસ્તુઓમાં વધુ વિશ્વાસ કરે છે.(૨૧.૩)

(10:09 am IST)